Drugs/ પાકિસ્તાન માત્ર જેહાદ જ નહીં, પણ ડ્રગ્સની પણ ભારતને પાયમાલ કરવા કરે છે નિકાસ, કોસ્ટગાર્ડ 1 ક્વિન્ટલ હેરોઇન જપ્ત કરી

પાકિસ્તાન તેની ભારત વિરોધી ચાલોથી કદી બાદ આવશે નહીં. કેટલીક વખત આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરતું હોય છે, તો કેટલીક વખત નસીલી દવાઓની દાણચોરી પણ કરતુ

Top Stories India
drugs પાકિસ્તાન માત્ર જેહાદ જ નહીં, પણ ડ્રગ્સની પણ ભારતને પાયમાલ કરવા કરે છે નિકાસ, કોસ્ટગાર્ડ 1 ક્વિન્ટલ હેરોઇન જપ્ત કરી

પાકિસ્તાન તેની ભારત વિરોધી ચાલોથી કદી બાદ આવશે નહીં. કેટલીક વખત આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરતું હોય છે, તો કેટલીક વખત નસીલી દવાઓની દાણચોરી પણ કરતુ હોવાનું સામે આવે છે. માટે જ  તે કેટલીકવાર એલઓસીનો આશરો લે છે અને ક્યારેક સમુદ્રી સીમાઓ દ્વારા આવા નિષ્ફળ પ્રયાસ કરે છે. ફરી એક વખત પાકિસ્તાનનું તરકટ સામે આવ્યું છે.

ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન દરમિયાન થુથુકુડીની દક્ષિણમાં શ્રીલંકાની બોટમાંથી 100 કિલો હેરોઇન સહિતનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ મામલાથી પરિચિત એક અધિકારીએ આ માહિતી આપી છે. અધિકારીએ એ પણ માહિતી આપી હતી કે પાકિસ્તાની જહાજમાંથી શ્રીલંકાના જહાજ પર ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું. તેને પશ્ચિમી દેશો અને ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન માત્ર જેહાદ જ નહીં, પણ ડ્રગ્સની નિકાસ પણ કરે છે, જેનો ઉપયોગ આતંકવાદને ફંડ આપવા માટે કરવામાં આવે છે.

અન્ય એક અધિકારીએ કહ્યું કે આઇસીજી વહાણના સંચાલન દરમિયાન હેરોઇનના 99 પેકેટ (100 કેજી), કૃત્રિમ દવાઓનાં 20 નાના બક્સ, પાંચ 9 મીમી પિસ્તોલ અને એક થુરાયા સેટ મળી આવ્યા છે. આ બધું બળતણની ખાલી ટાંકીની અંદરથી મળી આવ્યું હતું.

મામલામાં વિક્ષેપિત બોટના કપ્તાન સહિત ક્રૂના છ સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે, એક અધિકારીએ કહ્યું કે, “પૂછપરછ દરમિયાન શ્રીલંકન નૌકાદળ તરફથી એક સંદેશ પણ મળ્યો હતો.” શ્રીલંકાના પશ્ચિમ કાંઠે આવેલાં નેજેંબો શહેરના એલેન્સુ કુટીજ સિંહા દીપ્તા સની ફર્નાન્ડોની માલિકીની આ બોટ છે.

ડ્રગ દાણચોરીનો આ પહેલો કેસ નથી. આ પહેલા પણ પાકિસ્તાન દ્વારા સરહદ પર ડ્રોનની દાણચોરી કરવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. તે જ સમયે, જો આપણે આતંકવાદીઓને ઘુસણખોરી કરવાની કોશિશ કરવાની વાત કરીએ, તો આ વલણ વર્ષોથી ચાલતું આવે છે. તેમને કેજફાયરનું ઉલ્લંઘન કરવા અને ભારતમાં પ્રવેશ કરવા બદલ સજા આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં પાકિસ્તાને ભારતમાં આતંકવાદીઓ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાન ટોલ પ્લાઝા ખાતે થયેલા એન્કાઉન્ટરમાં આ ચારે આતંકવાદી માર્યા ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…