Not Set/ LIC નો હિસ્સો વેચવા પર ભડક્યા રાહુલ, કહ્યુ- મોદીજી “સરકારી કંપની વેચો અભિયાન ચલાવી રહ્યા છે”

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે સરકારી કંપનીઓમાં હિસ્સો વેચવાનાં મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડા પ્રધાન મોદી ‘સરકારી કંપની વેચો‘ અભિયાન ચલાવી રહ્યા છે. એક સમાચાર શેર કરતી વખતે રાહુલ ગાંધીએ આ સરકાર અને વડા પ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. આ પહેલા પણ રાહુલ ગાંધી ખાનગીકરણ, કોરોના […]

India
670976ff782511d38c9b8455b133448e LIC નો હિસ્સો વેચવા પર ભડક્યા રાહુલ, કહ્યુ- મોદીજી "સરકારી કંપની વેચો અભિયાન ચલાવી રહ્યા છે"
670976ff782511d38c9b8455b133448e LIC નો હિસ્સો વેચવા પર ભડક્યા રાહુલ, કહ્યુ- મોદીજી "સરકારી કંપની વેચો અભિયાન ચલાવી રહ્યા છે"કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે સરકારી કંપનીઓમાં હિસ્સો વેચવાનાં મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડા પ્રધાન મોદી સરકારી કંપની વેચોઅભિયાન ચલાવી રહ્યા છે.

એક સમાચાર શેર કરતી વખતે રાહુલ ગાંધીએ આ સરકાર અને વડા પ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. આ પહેલા પણ રાહુલ ગાંધી ખાનગીકરણ, કોરોના વાયરસ રોગચાળો, બેકારી, લટકેલી સરકારી પરીક્ષાઓ, અર્થવ્યવસ્થા અને અન્ય મુદ્દાઓ પર સરકાર પર પ્રહારો કરી ચુક્યા છે.

આ પણ વાંચો- સુબ્રમણ્યમ સ્વામીને આવ્યો ગુસ્સો, કહ્યુ- આખરે ચીન સાથે વાતચીત કેમ થઇ રહી છે?

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે- “મોદીજી સરકારી કંપની વેચોઅભિયાન ચલાવી રહ્યા છે. પોતાના દ્વારા બનાવવામાં આવેલ આર્થિક અવ્યવસ્થાની ભારપાઈ માટે દેશની સંપત્તિ થોડુ-થોડુ કરીને વેચવામાં આવી રહી છે. લોકોનાં ભાવિ અને વિશ્વાસને સાઇડમાં રાખી LIC ને વેચવુ એ મોદી સરકારનો એક શરમજનક પ્રયાસ છે.”

આ અગાઉ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે જાહેર ક્ષેત્રનાં ઉપક્રમોનું ખાનગીકરણ કરવા માટે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું – આજે દેશ મોદી સરકાર દ્વારા બનાવાયેલી અનેક આપત્તિઓનો સામનો કરી રહ્યો છે, જેમાંથી એક બિનજરૂરી ખાનગીકરણ છે. યુવાનોને નોકરી જોઈએ છે પરંતુ મોદી સરકાર પીએસયુનું ખાનગીકરણ કરીને રોજગાર અને સંચિત મૂડીનો નાશ કરી રહી છે. ફાયદો કોનો? બસ અમુક મિત્રોનો વિકાસ, જે મોદીજી માટે ખાસ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.