આસામના તામુલપુરમાં પીએમ મોદીએ શનિવારે એક જનસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે આસામના લોકો શાંતિ અને વિકાસની સાથે છે. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર આસામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આસામના લોકો રાજ્યને હિંસામાં હોમી દેનારા લોકોને સ્વીકાર નહીં કરે.
અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે મહાજૂઠ બોલનારા લોકોની પોલ ખુલી ગઇ છે. પીએમ મોદીએ કહ્યું કે આસામનું અપમાન કરનારા લોકોને રાજ્યના લોકો સહન નહીં કરે. પીએમ મોદીએ કહ્યું કે અમારો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ.
સેક્યુલરિઝમ-કોમ્યુનલિઝમના ખેલથી દેશને નુકસાન-મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે જ્યારે પણ કોઇ યોજના બનાવીએ છીએ, તો બધાના માટે બનાવીએ છીએ. દરેક ક્ષેત્રના લોકો, દરેક વર્ગના લોકો, ભેદભાવ વગર, પક્ષપાત વગર, તે યોજનાનો લાભ પહોંચાડવા માટે અમે સખત મહેનત કરીએ છીએ. દેશમાં કેટલીક એવી ખોટી વાતો ચાલી રહી છે જો આપણે સમાજમાં ભેદભાવ કરીને, સમાજના ટુકડા કરીને પોતાની વોટબેન્ક માટે કંઇક આપીએ તો દુર્ભાગ્ય જુઓ, તે દેશમાં સક્યુલરિઝમ કહેવાય છે. પરંતુ જો બધા માટે કામ કરીએ, ભેદભાવ વગર બધાને આપીએ તો કહેવાય છે કે કોમ્યુનલ છે. સેક્યુલરિઝમ-કોમ્યુનલિઝમના આ ખેલે દેશને ઘણું નુકસાન કર્યું છે.
હિંસા રોકવા માટે પ્રતિબદ્ધ- પીએમ મોદી
આસામની મહિલાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યના કોઇપણ યુવાનને બંદૂક ન ઉઠાવવી પડે તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે અમે બોડો સમજૂતી કરી જેનાથી આસામમાં શાંત થઇ. આસામની અમારી માતાઓના સંતાનો હથિયાર ઉઠાવતા હતા. તેને મુખ્યપ્રવાહમાં લાવવા માટે એનડીએએ કામ કર્યું.
રેલી દરમિયાન એક શખ્સની તબિયત બગડી ગઇ ત્યારબાદ પીએમ મોદીએ ભાષણ રોકીને કહ્યું કે મારી સાથે જે મેડિકલ ટીમમાં ડૉક્ટર આવ્યા છે તે જાય અને તે શખ્સની મદદ કરે. ત્યાર બાદ મોદીએ તેમનું ભાષણ આગળ ચલાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે વિકાસમાં ભેદભાવ અમારો સિદ્ધાંત નથી. અમે લોકો રાષ્ટ્રનીતિ માટે જીવનારા લોકો છીએ.