Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ, 43 લાખ પાર પહોંચ્યો કુલ આંક

  ભારતમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ચેપગ્રસ્ત વ્યક્તિઓની કુલ સંખ્યા 43.70 લાખને પાર કરી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 89,706 નવા કેસ નોંધાયા છે. નવા કેસ સામે આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 43,70,129 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, 1115 લોકો મૃત્યુ પામ્યા છે, […]

India
8bcb0a9a44902fad817eb3e6511308a4 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ, 43 લાખ પાર પહોંચ્યો કુલ આંક
8bcb0a9a44902fad817eb3e6511308a4 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ, 43 લાખ પાર પહોંચ્યો કુલ આંક 

ભારતમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ચેપગ્રસ્ત વ્યક્તિઓની કુલ સંખ્યા 43.70 લાખને પાર કરી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 89,706 નવા કેસ નોંધાયા છે.

નવા કેસ સામે આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 43,70,129 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, 1115 લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 73,890 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 74,894 લોકો કોરોનાને માત આપી પોતાના ઘરે પાછા ફર્યા છે.

કોવિડ-19 નો ફેલાવો છેલ્લા ઘણા મહિનાઓથી સમગ્ર દુનિયામાં ભયનો માહોલ બનાવી રહ્યો છે. ભારતમાં આ રોગની ઝપટમાં આવેલા લોકોની સંખ્યા એક લાખ પર પહોંચી ગઇ છે, એટલે કે 1,00,000 સુધી પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો, પરંતુ તે પછી વેગ વધતો જ રહ્યો, અને હવે દેશમાં ફક્ત એક કે બે દિવસમાં એક લાખ કેસનો ઉમેરો થઈ રહ્યો છે. ભારતને કુલ 43 લાખ પુષ્ટિવાળા કેસોનો આંકડો પસાર કરવા માટે કુલ 223 દિવસનો સમય લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.