Not Set/ અમદાવાદની ખાનગી સોસાયટી અને ફ્લેટ્સમાં કોવિડ કો-ઓર્ડિનેટર નીમવાને લઇને વિરોધ

અમદાવાદની ખાનગી સોસાયટીઓ અને ફ્લેટ્સમાં કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તેનું ધ્યાન રાખવા કો-ઓર્ડિનેટર નીમવાની સૂચના મ્યુનિ. તંત્રએ આપી છે, ત્યાં સુધી કોઇને પણ બહુ વાંધો નથી, પરંતુ કોરોનાની ગાઇડ લાઇન્સનો ભંગ થતો હશે તો સોસાયટીનાં ચેરમેન-સેક્રેટરી સામે દંડનાત્મક અને કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવા અપાયેલી ધમકીનાં ગંભીર પ્રત્યાઘાતો પડયા છે. મ્યુનિ. અને સરકાર તેમની જવાબદારી […]

Ahmedabad Gujarat
632b895d3fa7c796ea24ab471b6e4dc2 અમદાવાદની ખાનગી સોસાયટી અને ફ્લેટ્સમાં કોવિડ કો-ઓર્ડિનેટર નીમવાને લઇને વિરોધ
632b895d3fa7c796ea24ab471b6e4dc2 અમદાવાદની ખાનગી સોસાયટી અને ફ્લેટ્સમાં કોવિડ કો-ઓર્ડિનેટર નીમવાને લઇને વિરોધ

અમદાવાદની ખાનગી સોસાયટીઓ અને ફ્લેટ્સમાં કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તેનું ધ્યાન રાખવા કો-ઓર્ડિનેટર નીમવાની સૂચના મ્યુનિ. તંત્રએ આપી છે, ત્યાં સુધી કોઇને પણ બહુ વાંધો નથી, પરંતુ કોરોનાની ગાઇડ લાઇન્સનો ભંગ થતો હશે તો સોસાયટીનાં ચેરમેન-સેક્રેટરી સામે દંડનાત્મક અને કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવા અપાયેલી ધમકીનાં ગંભીર પ્રત્યાઘાતો પડયા છે. મ્યુનિ. અને સરકાર તેમની જવાબદારી સંપૂર્ણપણે સોસાયટીઓ-ફ્લેટો પર ઢોળી રહ્યાંનું ચિત્ર ઊભું થતા ચારે તરફથી વિરોધ અને કચવાટ શરૂ થયો છે.

રાજ્યનાં અમદાવાદ જિલ્લામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનેતેને અટકાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. ઓફિસો અને ઔદ્યોગિક એકમોમાં કોરોનાને લઈ કોવિડ કો-ઓર્ડિનેટર નિમવામાં આવ્યા છે. ત્યારે હવે રહેણાંક વિસ્તાર એટલે કે સોસાયટી, ફ્લેટ, મહોલ્લામાં કોવિડ કો-ઓર્ડિનેટર નીમવામાં આવશે. આ કોવિડ કો-ઓર્ડિનેટર સોસાયટી, ફ્લેટનાં મેનેજર, મંત્રી, પ્રમુખ આયોજક વગેરેમાંથી કોઈ એકને નીમવાનો રહેશે. જેની જાણ જે તે ઝોનનાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને કરવાની રહેશે. આ કોર્ડિનેટરે સોસાયટીમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે બાબતોનું પાલન કરાવવાનું રહેશે. જાે તેઓ નિયમ ભંગ કરે તો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે. બહારથી આવતી વ્યક્તિએ માસ્ક પહેર્યા છે કે નહીં, થર્મલ ગનથી તેનું ચેકિંગ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવી, હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરાવવાનો રહેશે. જો કે આ વચ્ચે હવે જનતા આ પ્રકારની ગાઇડલાઇન્સનો વિરોધ કરવા ઉતરી રહી હોય તેવો માહોલ સર્જાઇ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.