Not Set/ કાલથી ફરી થઇ રહી છે AMTS અને BRTS બસ સેવા ફૂલ ફ્લેઝમાં શરુ

અમદાવાદની જનતા માટે મહત્વના અને સુખદ સમાચાર આવી ગયા છે. શહેર માટેની પરિવહન જીવાદોરી સમી AMTS અને BRTS બસ સેવા 10 સપ્ટેમ્બરથી ફરી પહેલાની માફક જ શરૂ થશે. બન્ને સેવાઓ પૂર્વરત શરૂ કરાશે અને બન્ને સેવાની બસો અગાઉ મુજબ નિયત સમય અને સંખ્યામાં દોડશે.  જો કે, કોરોના કાળનાં કારણે બસની ક્ષમતાના 50 % મુસાફરો જ મુસાફરી કરી શકશે. સાથે સાથે ઉભા […]

Ahmedabad Gujarat

અમદાવાદની જનતા માટે મહત્વના અને સુખદ સમાચાર આવી ગયા છે. શહેર માટેની પરિવહન જીવાદોરી સમી AMTS અને BRTS બસ સેવા 10 સપ્ટેમ્બરથી ફરી પહેલાની માફક જ શરૂ થશે. બન્ને સેવાઓ પૂર્વરત શરૂ કરાશે અને બન્ને સેવાની બસો અગાઉ મુજબ નિયત સમય અને સંખ્યામાં દોડશે. 

જો કે, કોરોના કાળનાં કારણે બસની ક્ષમતાના 50 % મુસાફરો જ મુસાફરી કરી શકશે. સાથે સાથે ઉભા ઉભા બસમાં મુસાફરી કરી શકાશે નહી. AMTS અને BRTS બસ સેવા માટે લાલ દરવાજા બસ ટર્મિનસ પણ 10 તારીખેથી એટલે કે કાલથી શરૂ થશે. તંત્રનો આ નિર્ણય શહેરનાં લાખો લોકોને સુખદ અસરો કરતો છે. શહેરમાં હજારોની સંખ્યામાં લોકો એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવા માટે AMTS અને BRTS બસ સેવાનો ઉપયોગ કરે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews