Not Set/ શું તમને ખબર છે આપણે જે ખાઈએ છે, તેને કેવો ખોરાક કહેવાય?

કેવો આહાર અને કયો આહાર!  આહાર ના પ્રકારો.  આયુર્વેદ માં આહાર ના ૩ પ્રકારો વિશે જણાવ્યું છે.  1. સાત્વિક આહાર : જેને આજ ના જમાના માં હોલસમ આહાર પણ કહી શકાય. જેમાં વિવિધ શાકભાજી, ફળો , દૂધ અને દૂધ ની બનાવટો, ધાન્ય, કઠોળ, વગેરે નો સમાવેશ થાય છે . સાત્વિક આહાર આપણા શરીર અને મન બંને […]

Health & Fitness Lifestyle

કેવો આહાર અને કયો આહાર!  આહાર ના પ્રકારો.  આયુર્વેદ માં આહાર ના ૩ પ્રકારો વિશે જણાવ્યું છે. 

1. સાત્વિક આહાર : જેને આજ ના જમાના માં હોલસમ આહાર પણ કહી શકાય. જેમાં વિવિધ શાકભાજી, ફળો , દૂધ અને દૂધ ની બનાવટો, ધાન્ય, કઠોળ, વગેરે નો સમાવેશ થાય છે .
સાત્વિક આહાર આપણા શરીર અને મન બંને માટે ખુબજ લાભદાયી છે. માટે જ આપણો  આહાર  શક્ય હોય એટલો સાત્વિક હોય તે જરૂરી છે. 

2. રાજસિક આહાર : જ્યારે આપણે આહાર માં વધુ પડતું મીઠું,  ખાંડ, તેજાના, મસાલા નો ઉપયોગ કરીએ છીએ અથવા વધુ પડતો ગરમ કે ઠંડો ખોરાક આરોગીએ છીએ ત્યારે આપણો આહાર રાજસિક બને છે. આવો આહાર વ્યક્તિ ને અતિ સક્રિય, બેચેન, બેબાકળો અને માનસિક રીતે અસ્વસ્થ બનાવી દે છે. માટે વધુ પડતો રાજસિક આહાર લેવા નું ટાળવું જોઇએ. 

3. તામસિક આહાર :  જેમાં વધુ પડતા તેલ માં બનેલી વાનગીઓ , બહાર મળતા નાસ્તા, પેકેટ ફૂડ, જંક ફૂડ, વધુ પડતા પ્રિઝરવેટીવ વાળા ફૂડ વગેરે નો સમાવેશ થાય છે. આવો આહાર આપણ ને ગુસ્સો અપાવે છે, શરીર અને મન ને હાની પહોંચાડે છે. અસાધ્ય રોગો તરફ લઈ જાય  છે. માટે જ તામસિક આહાર લેવાનું ટાળવું જોઇએ. 

આપણો આહાર શક્ય હોય એટલો સાત્વિક , તાજો , ઘરે જ બનાવેલો અને સ્થાનિક હોય તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક રહે છે. 

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની 

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…