Not Set/ અમદાવાદ/ કોંગ્રેસ નેતાના પુત્ર મોબાઈલ સાથે પરીક્ષા આપતા ઝડપાયો

  કોરોના કહેર વચ્ચે કોલેજની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યાં કોંગ્રેસ નેતાના પુત્રનો વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના નેતાના પુત્ર પરીક્ષા ખાંડમાં મોબાઈલ સાથે ઝડપાયો છે. જેને લઈને ABVP દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર દેખાવ યોજવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર હર્ષઆદિત્ય પરીક્ષાખંડમાં મોબાઈલ લઈને ગયો હતો. પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવીમાં […]

Ahmedabad Gujarat
 

કોરોના કહેર વચ્ચે કોલેજની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યાં કોંગ્રેસ નેતાના પુત્રનો વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના નેતાના પુત્ર પરીક્ષા ખાંડમાં મોબાઈલ સાથે ઝડપાયો છે. જેને લઈને ABVP દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર દેખાવ યોજવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર હર્ષઆદિત્ય પરીક્ષાખંડમાં મોબાઈલ લઈને ગયો હતો. પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો છે. યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન મોબાઈલમાંથી ચોરી કરતાં હર્ષઆદિત્યસિંહ પરમાર સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો.

ABVPએ ઘટનાના સીસીટીવી રજૂ કરીને યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કર્યો હતો. NSUI સમર્થિત લૉ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના સેનેટ સભ્ય હર્ષઆદિત્યસિંહએ જ ગેરરીતિ કરી હોવાનો CCTV ફૂટેજમાં જણાઈ રહ્યું છે. પરીક્ષા ખંડમાં મોબાઈલનો ઉપયોગ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં પણ ફોનનો ઉપયોગ કરતા હતા. હર્ષઆદિત્યએ પોતાના મિત્રોને ચાલુ પરીક્ષામાં પ્રવેશ અપાવ્યો હોવાનો પણ એબીવીપીનો આરોપ છે.

હર્ષઆદિત્યસિંહે 8 સપ્ટેમ્બરના રોજ આપેલી પરીક્ષાના આ ફૂટેજ છે. હર્ષઆદિત્ય પરમાર ગુજરાત યુનિ.ની ચાલુ પરીક્ષાએ ફોનનો ઉપયોગ કરતો સ્પષ્ટ નજરે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.