સુરત/ AAPના સંગઠન મંત્રી પર હુમલો, દિનેશ દેસાઈ, કલ્પેશ દેવાણી સહીતનાઓ પર આરોપ

AAPના સાતથી આઠ કાર્યકરો પર હુમલા મામલે ભાજપના 25થી 30 કાર્યકરો દ્વારા હુમલો કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ હુમલાના મામલામાં દિનેશ દેસાઈ,  કલ્પેશ દેવાણી સહીતના કાર્યકરો પર આરોપ લગાવવામાં આવ્યો છે.

Gujarat Others
AAPના
  • સુરત: મોડી રાત્રે AAPના સંગઠન મંત્રી પર હુમલો
  • જનસંવાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ થયો હુમલો
  • રામ ધડૂક સહીત 7થી 8 કાર્યકરો પર હુમલો
  • ભાજપના 25થી 30 કાર્યકરો પર હુમલાનો આરોપ
  • દિનેશ દેસાઈ, કલ્પેશ દેવાણી સહીતનાઓ પર આરોપ

સુરતમાં શનિવારે રાત્રે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી પર જનસંવાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હુમલો થયો હતો. રામ ધડૂક સહીત AAPના સાતથી આઠ કાર્યકરો પર હુમલા મામલે ભાજપના 25થી 30 કાર્યકરો દ્વારા હુમલો કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ હુમલાના મામલામાં દિનેશ દેસાઈ,  કલ્પેશ દેવાણી સહીતના કાર્યકરો પર આરોપ લગાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સરથાણા પોલીસે આ મામલે  એફઆઈઆર નોંધી ન હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો રાત્રે પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા હતા.

કાર્યકરોની ફરિયાદ ન લેવાના આક્ષેપ સાથે હોબાળો કર્યો હતો. જ્યાં સરથાણા પોલીસ મથકનો આપ કાર્યકરોએ ઘેરાવ કરી રાતવાસો પોલીસ સ્ટેશનના પરિસરામાં કર્યો હતો. ફરિયાદ લેવામાં પોલીસ દ્વારા વિલંબ કરાયાના પણ આરોપ મૂક્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે બીજી વખત ચકમક થઈ છે. આ મહિનાની શરૂઆતમાં જ સુરત શહેર ભાજપ કાર્યાલય પર સોમવારે બપોરે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચેલા આપના કાર્યકરો – નેતાઓ સાથે ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હોવાનો આક્ષેપ પણ થયા હતા. પોલીસ સાથે ઘર્ષણને પગલે આપના નેતા દિનેશ કાછડિયા સહિત ત્રણ નેતાને ઈજા થઈ હતી.

આ પણ વાંચો:બીજેપીએ શરૂ કર્યું “સરલ”,તેના માધ્યમથી કાર્યકર્તાઓ સાથે સતત રહે છે સંપર્કમાં અને સોંપે છે ટાસ્ક

આ પણ વાંચો: પોરબંદરનાં રસ્તાઓ ઉપર ફરીથી દોડશે સિટીબસ : જાણો ક્યા રૂટનો સમાવેશ