અમદાવાદ/ બીજેપીએ શરૂ કર્યું “સરલ”,તેના માધ્યમથી કાર્યકર્તાઓ સાથે સતત રહે છે સંપર્કમાં અને સોંપે છે ટાસ્ક

સંગઠન રિપોર્ટિંગ એન્ડ એનાલિસિસ સોફ્ટવેર મારફતે સભા રેલી અને સંગતજનલક્ષી કામગીરી સોંપાઈ છે

Ahmedabad Gujarat
બીજેપીએ

બીજેપીએ સમય સાથે ઉપગ્રેડ થતી પાર્ટી છે. રાષ્ટ્રીય સ્તરે એક સોફ્ટવેર ડેવલોપ કરવામાં આવ્યું છે. જેના મારફતે કાર્યકર્તાઓને ટાસ્ક સોંપવામાં આવે છે તેમને સોંપવામાં આવેલા કામનો રિપોર્ટ મેળવવામાં આવે છે અને ખરાઈ પણ કરવામાં આવે છે.બીજેપીએ સેન્ટ્રલ મોનીટરીંગ સિસ્ટમ કરી ડેવલોપ સંગઠન રિપોર્ટિંગ એનાલિસિસ સોફ્ટવેર કર્યું ડેવલોપ આ રિપોર્ટ આધારે જોડી રહ્યા છે કાર્યકર્તાઓને બીજેપીએ રાષ્ટ્રીય સ્તરે પર “સરલ” એટલે કે સંગઠન રિપોર્ટિંગ એનાલિસિસ નામનું સોફ્ટવેર ડેવલોપ કર્યું છે જેના આધારે મંડળ સ્તરે કાર્યકર્તાઓની વિગતો ચકાસવી સાથે જ તેમને ટાસ્ક આપવામાં આવે છે.

પહેલા બીજેપી દ્વારા મંડળ સ્તર થી ડેટા એકત્ર કર્યો અને બાદ માં આ સોફ્ટવેર માં અપડેટ કર્યો હતો.જે બાદ હવે દરેક કાર્યકર્તાઓને અહીં થી કોલ કરી તેનો હોદ્દો મંડળ તાલુકા મથક સહિતની વિગતની ખરાઈ પણ અહીંથી જ કરવામાં આવે છે. સાથે જ સંગઠન લક્ષી કામગીરી જે સોંપવામાં આવી હોય તેનો રિપોર્ટ પણ અહીંથી માંગવામાં આવે છે.. અને આગામી કાર્યક્રમ પણ આપવામાં આવે છે.આ સિવાય હવે ચૂંટણી આવે છે તો સતત આ કાર્યકર્તાઓને સભા સ્થળ પર પહોંચવું રેલીમાં કેટલા લોકો સાથે જવું આ તામાંમ માહિતી આપવામાં આવે છે

  • ગુજરાત બીજેપી પાસે અત્યારે
  • પેજ સમિતિના 60 લાખ નોંધાયેલા સભ્યો છે.
  • પ્રથમીક સદસ્યતા મેળવેલા સભ્યો 55 લાખ છે.
  • બુથ થી પ્રદેશ 10 લાખ હોદ્દેદાર છે
  • 1.25 એક્ટિવ મેમ્બર એટલે કે સતત બીજેપી માટે કામ કરતા સભ્યો છે
  • 25 હજાર ઇલેકટેડ એટલે કે સરપંચ થી સાંસદ સુધીના સભ્યો છે
  • અને આગામી સમયમાં
  • 182 વિધાનસભા ના અલગ અલગ મોરચાના નવા 10 લાખ કાર્યકર્તાની વિગત આવશે અને
  • પાર્ટીના વિવિધ સેલ ના 50 હજાર નવા સભ્યોની યાદી આવશે.

કોઈપણ કાર્યક્રમ કે નવી કામગીરી માટે આ તમામ ને વિસ્તાર મુજબ જવાબદારી સોંપાઈ છે.. કોલ કરવામાં આવે છે મેસેજ દ્વારા અને OBD દ્વારા પણ માહિતી પહોંચાડવામાં આવે છે ચૂંટણી ગ્રામ પંચાયતની હોય કે લોકસભાની આ કામગીરી બીજેપી દ્વારા સતત કરવામાં આવી રહી છે.. સતત ડેટા એનાલિસિસ કરવું કાર્યકર્તાઓને એક્ટિવ રાખવા અને સામાન્ય લોકો સુધી પહોંચવાની કામગીરી કરવામાં આવે છે સાથે જ ટ્વિક્નોલોજીનો વ્યાપ પણ સતત વધારવામાં આવી રહ્યો છે પરંતુ આ તમામ મહેનત મતમાં પરિણમે છે કે કેમ એ સમય બતાવશે.

આ પણ વાંચો:રાહુલ ગાંધીની હૈદરાબાદ મુલાકાત, જવા માંગતા હતા યુનિવર્સિટી કેમ્પસમાં, પરંતુ પહોંચ્યા જેલ, આ છે કારણ