Rajkot News: રાજકોટના સરકારી તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. પણ આ બદલીનો ગંજીફો સરકારે જાતે ચીપ્યો નથી, ચીપવો પડ્યો છે. હાઇકોર્ટના આદેશના પગલે રાજકોટના નવ PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. મેન્ગો માર્કેટના જમીન પ્રકરણમાં આ બદલી કરવામાં આવી છે. હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યા બાદ આ બદલી કરવામાં આવી છે. પીએસઆઈ કે.ડી. મારુની જૂનાગઢ પીટીએસ ખાતે બદલી કરવામાં આવી છે.
એ.એન. પરમારની ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ વિંગમાંથી ડીસીબીમાં કરવામાં આવી છે. એન.વી. હરિયાણીની ગીંગ્રામ પોલીસ સ્ટેશનમાંથી એસઓજીમાં બદલી કરવામાં આવી છે. આર.જે. કામલિયાની સાઇબર ક્રાઇમમાંથી એસઓજીમાં બદલી કરવામાં આવી છે. એમ.જે. હુણની ડીસીબીમાંથી પીસીબીમાં બદલી કરવામાં આવી છે. જે.જી. તેરૈયાની પ્ર. નગરથી પેરોલ ફ્લો સ્કવોડમાં બદલી કરવામાં આવી છે. એ.એસ. મકરાણીની રીડર શાખામાંથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના આકરા વલણના લીધે ભરચોમાસે સરકારે બદલીનો નિર્ણય લેવો પડયો છે.
આ પણ વાંચો: PI-PSIની બદલીના પરિપત્ર અંગે DGPની જાણો શું કહ્યું…
આ પણ વાંચો: અરબી સમુદ્રમાં સર્જાયેલું દબાણ ચક્રવાત ‘આસના’માં પરિવર્તિત, વડોદરામાં મગરે લીધો એકનો ભોગ
