Not Set/ મોનસૂન સત્ર/ PM મોદીએ કહ્યુ- જવાનોની સાથે સંસદ, વિપક્ષે LAC ને લઇને ચર્ચાની કરી માંગ

  સંસદનું સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કડક સંદેશ મોકલ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, સંસદ એલએસી પર ઉભા રહેલા આપણા સૈનિકોની પાછળ એક સ્વર અને ભાવમાં ઉભા છે. જો કે વિપક્ષે તે સ્પષ્ટ કરી ચુક્યુ છે કે તે ભારત-ચીન સીમા પર વર્તમાન પરિસ્થિતિ વિશે સરકાર પાસેથી વિગતો માંગે છે. […]

India
eb9f7983dc342fc042601a6bc6a8fc3b મોનસૂન સત્ર/ PM મોદીએ કહ્યુ- જવાનોની સાથે સંસદ, વિપક્ષે LAC ને લઇને ચર્ચાની કરી માંગ
eb9f7983dc342fc042601a6bc6a8fc3b મોનસૂન સત્ર/ PM મોદીએ કહ્યુ- જવાનોની સાથે સંસદ, વિપક્ષે LAC ને લઇને ચર્ચાની કરી માંગ 

સંસદનું સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કડક સંદેશ મોકલ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, સંસદ એલએસી પર ઉભા રહેલા આપણા સૈનિકોની પાછળ એક સ્વર અને ભાવમાં ઉભા છે. જો કે વિપક્ષે તે સ્પષ્ટ કરી ચુક્યુ છે કે તે ભારત-ચીન સીમા પર વર્તમાન પરિસ્થિતિ વિશે સરકાર પાસેથી વિગતો માંગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંસદ એક સ્વરમાં આ સંદેશ આપશે કે તે આપણી સરહદોની સુરક્ષા કરી રહેલા સૈનિકો સાથે એકતામાં ઉભા છે.

લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદમાં સ્પષ્ટ સંદર્ભમાં PM મોદીએ સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય સૈનિકો મુશ્કેલ ડુંગરાળ વિસ્તારોમાં બહાદુરીથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સંસદમાં ઘણા મહત્વનાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે, જેટલી વધુ ચર્ચા કરવામાં આવશે તેટલું સારું. તેમણે કહ્યું, “મને ખાતરી છે કે બધા સાંસદો સામૂહિક રીતે ઘણા વિષયો પર ચર્ચા કરશે.”

વડા પ્રધાનને જવાબ આપતા કોંગ્રેસનાં નેતા શશી થરૂરે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે આપણે બધા સૈન્ય સાથે છીએ. જોકે, સરકારે સંસદને કહેવું જોઈએ કે સરહદ પર શું પરિસ્થિતિ છે.” કોવિડ રોગચાળોનો પણ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, સંસદનું સત્ર ખાસ સંજોગોમાં યોજવામાં આવી રહ્યું છે અને સાંસદોએ કોવિડ સમયગાળા દરમિયાન તેમની ફરજ નિભાવવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે કોવિડ-19 થી બચાવ માટે તમામ પગલા અપનાવવામાં આવશે. વાયરસની રસી ન આવે ત્યાં સુધી કોઈ “ઢિલાશ” કરવામાં આવશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.