Not Set/ સરકારે પરપ્રાંતિયોનાં મોતનો રેકોર્ડ રાખ્યો નથી તો શું મોતો થઇ જ નથી? – રાહુલ ગાંધી

  કોરોના વાયરસને રોકવા માટે 25 માર્ચથી દેશભરમાં અમલમાં આવેલા 68 દિવસનાં લોકડાઉનમાં કેટલા પરપ્રાંતિય મજૂર મૃત્યુ પામ્યા હતા? મોદી સરકાર પાસે આ આંકડો નથી. જેને લઇને હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શાંબ્દિક હુમલો કર્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યું હતું કે, જો સરકાર પરપ્રાંતિયોનાં મોતનો રેકોર્ડ રાખ્યો નથી તો શું મોતો થઇ જ […]

India
93c709138edaf3e53fec84cd03d5f4ec સરકારે પરપ્રાંતિયોનાં મોતનો રેકોર્ડ રાખ્યો નથી તો શું મોતો થઇ જ નથી? - રાહુલ ગાંધી
93c709138edaf3e53fec84cd03d5f4ec સરકારે પરપ્રાંતિયોનાં મોતનો રેકોર્ડ રાખ્યો નથી તો શું મોતો થઇ જ નથી? - રાહુલ ગાંધી 

કોરોના વાયરસને રોકવા માટે 25 માર્ચથી દેશભરમાં અમલમાં આવેલા 68 દિવસનાં લોકડાઉનમાં કેટલા પરપ્રાંતિય મજૂર મૃત્યુ પામ્યા હતા? મોદી સરકાર પાસે આ આંકડો નથી. જેને લઇને હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શાંબ્દિક હુમલો કર્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યું હતું કે, જો સરકાર પરપ્રાંતિયોનાં મોતનો રેકોર્ડ રાખ્યો નથી તો શું મોતો થઇ જ નથી?

મંગળવારે સવારે એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મોદી સરકારને ખબર નથી કે લોકડાઉનમાં કેટલા પરપ્રાંતિય મજૂરો મરી ગયા અને કેટલી નોકરીઓ ગઈ. તમે ગણતરી કરી નથી તો શું મોત થઇ નથી? હા, પરંતુ દુઃખ છે સરકાર પર તેની કોઇ અસર થઇ નહી, તેમની મોત દુનિયાએ જોઇ, એક મોદી સરકારની જાણ ન થઈ.

આપને જણાવી દઇએ કે, ચોમાસુ સત્રનાં પહેલા દિવસે કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું છે કે, પરપ્રાંતિય મજૂરોનાં મોત અંગે કોઈ ડેટા નથી. લોકડાઉનને લીધે લાખો મજૂરો શહેરોથી ગામડાઓમાં સ્થળાંતર કરી શક્યા હતા, જેમાંથી ઘણા રસ્તામાં જુદા જુદા કારણોને લીધે મૃત્યુ પામ્યા હતા. જણાવી દઇએ કે, લોકસભામાં આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું સરકારને ખબર છે કે ઘણાં મજૂરો તેમના ઘરે પરત ફરતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા અને શું મૃતકોની સંખ્યા રાજ્ય મુજબ ઉપલબ્ધ છે? એવું પણ પૂછવામાં આવ્યું હતું કે, સરકારે પીડિતોને કોઈ વળતર અથવા આર્થિક સહાય આપી છે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.