Not Set/ PM મોદીનાં જન્મ દિવસ પર રાહુલ ગાંધી અને રાજનાથ સિંહ સહિતનાં દિગ્ગજ નેતાઓ પાઠવી શુભકામનાઓ

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 70 વર્ષનાં થઈ ગયા છે, ભાજપ આ વિશેષ દિવસને ‘સેવા દિવસ‘ તરીકે ઉજવી રહ્યો છે, તે લોકોને માસ્ક, સેનિટાઇઝર અને દવાઓનું વિતરણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર […]

India
b52afff259d9f47b5f65cde5b32d5ba3 PM મોદીનાં જન્મ દિવસ પર રાહુલ ગાંધી અને રાજનાથ સિંહ સહિતનાં દિગ્ગજ નેતાઓ પાઠવી શુભકામનાઓ
b52afff259d9f47b5f65cde5b32d5ba3 PM મોદીનાં જન્મ દિવસ પર રાહુલ ગાંધી અને રાજનાથ સિંહ સહિતનાં દિગ્ગજ નેતાઓ પાઠવી શુભકામનાઓ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 70 વર્ષનાં થઈ ગયા છે, ભાજપ આ વિશેષ દિવસને સેવા દિવસતરીકે ઉજવી રહ્યો છે, તે લોકોને માસ્ક, સેનિટાઇઝર અને દવાઓનું વિતરણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વથી દેશને મોટો ફાયદો થયો છે, તેઓ ગરીબો માટે સતત કામ કરી રહ્યા છે, હું તેમને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને વડા પ્રધાનને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે, વડા પ્રધાન મોદી જીને જન્મદિવસની શુભેચ્છા.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું છે કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસનાં સંકલ્પને લઇને કામ કરતા પ્રામાણિકતા અને પારદર્શક શાસનનાં પર્યાય @narendramodi જી ને જન્મદિવસની શુભકામનાઓ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી દીર્ધાયુષ્ય રહે અને તમારા નેતૃત્વ હેઠળ ભારત નવા વિક્રમો સ્થાપે. #HappyBdayNaMo

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.