Not Set/ WHO ની ચેતવણી બાદ પણ કેન્દ્ર સરકારે ગુમાવી સંક્રમણ રોકવાની તક : ગુલામ નબી આઝાદ

  દેશમાં દરરોજ 90 હજારથી વધુ કોરોના વાયરસનાં કેસ નોંધાઇ રહ્યા છે. જેના કારણે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 51 લાખને વટાવી ગઈ છે. સંસદનાં ચોમાસુ સત્ર દરમિયાન ગુરુવારે રાજ્યસભામાં કોરોના વાયરસનો મુદ્દો ઉઠ્યો હતો. આ સમય દરમિયાન વિપક્ષી પાર્ટીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. વળી તેમને કોરોના રોગચાળાનાં મુદ્દે સંપૂર્ણપણે ફેઇલ હોવાનું કહેવામાં આવ્યું […]

India
d77ef271d85d237009fb64f2de7faca6 WHO ની ચેતવણી બાદ પણ કેન્દ્ર સરકારે ગુમાવી સંક્રમણ રોકવાની તક : ગુલામ નબી આઝાદ
d77ef271d85d237009fb64f2de7faca6 WHO ની ચેતવણી બાદ પણ કેન્દ્ર સરકારે ગુમાવી સંક્રમણ રોકવાની તક : ગુલામ નબી આઝાદ 

દેશમાં દરરોજ 90 હજારથી વધુ કોરોના વાયરસનાં કેસ નોંધાઇ રહ્યા છે. જેના કારણે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 51 લાખને વટાવી ગઈ છે. સંસદનાં ચોમાસુ સત્ર દરમિયાન ગુરુવારે રાજ્યસભામાં કોરોના વાયરસનો મુદ્દો ઉઠ્યો હતો. આ સમય દરમિયાન વિપક્ષી પાર્ટીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. વળી તેમને કોરોના રોગચાળાનાં મુદ્દે સંપૂર્ણપણે ફેઇલ હોવાનું કહેવામાં આવ્યું હતું.

રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોવિડ-19 ને રોકવા માટે જે ગોલ્ડન માસ (ગોલ્ડન મહિનો) હતો તેને સરકારે બરબાદ કરી દીધો હતો. WHO એ ડિસેમ્બર 2019 માં ચેતવણી જારી કરી હતી. ચીન આપણો પાડોશી છે, આપણે વધારે સાવધ રહેવું જોઈએ, પરંતુ એવું બન્યું નહીં. સરકારે તે ચેતવણીઓને અવગણી. ગુલામ નબી આઝાદનાં જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ ચેતવણી પણ આપી હતી કે રોગચાળોનો ખતરો આપણા ઉપર ફેલાયેલો છે, પરંતુ સરકારે કોઈની વાત ગંભીરતાથી લીધી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.