Not Set/ અમદાવાદ/ PMનાં જન્મદિવસ નીમિતે વિતરણ કાર્યક્રમમાં જ ઉડ્યા કોરોના માર્ગદર્શીકાનાં ધજાગરા…

ગુજરાત સહિત હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનો હાહાકાર વર્તાઇ રહ્યો છે. દેશમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેવા સમયે સરકાર દ્વારા સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કેસોનાં વધારાને લઇ અમદાવાદમાં ગઇકાલ થી ચા ની કેટલી બંધ કરવામાં આવી છે, જેથી કરીને કોરોનાનું સંક્રમણ ન વધે. સરકાર અને તંત્ર પ્રજાને ચૂસ્ત રીતે […]

Ahmedabad Gujarat
31d368242fe42b410118be704c746ddf 1 અમદાવાદ/ PMનાં જન્મદિવસ નીમિતે વિતરણ કાર્યક્રમમાં જ ઉડ્યા કોરોના માર્ગદર્શીકાનાં ધજાગરા...
31d368242fe42b410118be704c746ddf 1 અમદાવાદ/ PMનાં જન્મદિવસ નીમિતે વિતરણ કાર્યક્રમમાં જ ઉડ્યા કોરોના માર્ગદર્શીકાનાં ધજાગરા...

ગુજરાત સહિત હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનો હાહાકાર વર્તાઇ રહ્યો છે. દેશમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેવા સમયે સરકાર દ્વારા સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કેસોનાં વધારાને લઇ અમદાવાદમાં ગઇકાલ થી ચા ની કેટલી બંધ કરવામાં આવી છે, જેથી કરીને કોરોનાનું સંક્રમણ ન વધે. સરકાર અને તંત્ર પ્રજાને ચૂસ્ત રીતે કોરોનાની માર્ગદર્શીકાનું પાલન કરવી રહ્યા છે.  

જો કે, બીજી તરફ આજ રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપના કર્ણાવતી મહાનગર દ્વારા ગરીબો અને જરૂરિયાત મંદોને અનાજ કીટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોના ટોળા ઉમડ્યા હતા. સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત જેવી કોરોનાની માર્ગદર્શીકાનાં ધજાગરા પણ સાથે સાથે ઉડ્યા હતા . એક તરફ સરકાર કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ગાઈડલાઈન અને સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપના કાર્યક્રમોમા સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળે છે.

આવી ઘટના પૂર્વે પણ નોંધવામાં આવી છે અને આવી બેદરકારી અને તુમારશાહીના કારણે ગઇકાલે ગુજરાત હાઇકોર્ટે પણ ગુજરાતની ભાૈજપ સરકાર અને ભાજપની નેતાગીરીને ટપારી આદેશો આપવા પડ્યા હતા, ત્યારે આજે ફરી જૈસે થે… ભાજપ અને તંત્રનાં રખેવાળો દ્વારા જ દાખવવામાં આવતી આવી બેદરકારી અને તુમારશાહીના કારણે કોરોના સંક્રમણ થશે કે વધશે તો તેની જવાબદારી કોની અને કોણ લેશે તે હવે એક મોટો પ્રશ્ન છે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews