ગાંધીનગર/ LRD ભરતી આંદોલનનો આવ્યો અંત, રાજ્ય સરકારે સ્વીકારી માંગ

LRD ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે. 2 દિવસમાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ઉમેદવારોને મળીને જાહેરાત કરી હતી. 

Top Stories Gujarat
Untitled 19 26 LRD ભરતી આંદોલનનો આવ્યો અંત, રાજ્ય સરકારે સ્વીકારી માંગ

LRDના ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી છે. સરકાર દ્વારા તમામ LRD ઉમેદવારોની માંગણી સ્વીકાર કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા હર્ષ સંઘવી જણાવ્યુ હતું કે, ઉમેદવારો અને રાજય સરકાર વચ્ચે બેઠક મળી હતી. અને 20 ટકા વેઇટિંગ લિસ્ટની માંગ સ્વીકારી લેવામાં આવી છે.

LRD ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે. 2 દિવસમાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ઉમેદવારોને મળીને જાહેરાત કરી હતી.  ઉમેદવારોની હિતમાં લિસ્ટ વેઇટિંગ લિસ્ટ બનાવાશે. LRD લોકરક્ષક ભરતી માટે યુવાનોએ બાધા રાખી હતી તે આજે પૂરી થાય છે.
આજે ફરી આ નિર્ણય રોજગારી સર્જક છે.  આ નિર્ણયથી ગુજરાતના યુવાને રોજગાર મળવાની તક વધશે. LRD જેલ સિપાહીની ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ યુવાનોના હિતમાં નિર્ણય લીધો છે.

નોધનીય છે કે, વર્ષ 2018માં એલાઆરડીની ભરતીની પરીક્ષાર્થીઓ સારા સમાચાર છે. 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરાતા 570થી વધુ પરીક્ષાર્થીઓને નોકરી મળી શકે છે. 2018માં એલઆરડીની પરીક્ષાનુ લિસ્ટ ઓપરેટીંગ કરવાની માગ કરી રહેલા પરીક્ષાથીઓને આજે ચર્ચા માટે સરકારે બોલાવ્યા  હતા.

આધુનિક સાધનોની મદદથી ગુનાને અટકાવવા આ નિર્ણય લેવાયો છે. મહત્તમ વય મર્યાદા પુરી કરી ચુક્યા હોય તેવા ને સરકારી સેવા ની તક મળશે. Lrd ના વિવિધ સવર્ગો ની 20 ટકા નો નિર્ણય આજે 12.39 વિજય મુરહત માં કરવામાં આવે છે.