Not Set/ રાજ્યસભામાંથી સસ્પેન્ડ સાંસદોને શરદ પવારનો મળ્યો સાથ, કહ્યું – હું પણ  આંદોલનમાં…

રાજ્યસભામાંથી સસ્પેન્ડ આઠ સાંસદોને હવે એનસીપીના પ્રમુખ શરદ પવારનો સાથ મળ્યો છે. શરદ પવારે મંગળવારે આ સાંસદોના સમર્થનમાં એક દિવસના ઉપવાસની ઘોષણા કરી હતી. શરદ પવારે કહ્યું કે, હું રાજ્યસભાના આઠ સાંસદોના આંદોલનમાં ભાગ લઈશ અને તેમના સમર્થનમાં પણ હું એક દિવસ ઉપવાસ કરીશ. આ સાંસદોને રાજ્યસભામાં એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં ભારે […]

Uncategorized
250207bdb1c1c405a75d686d3f77c086 રાજ્યસભામાંથી સસ્પેન્ડ સાંસદોને શરદ પવારનો મળ્યો સાથ, કહ્યું - હું પણ  આંદોલનમાં...
250207bdb1c1c405a75d686d3f77c086 રાજ્યસભામાંથી સસ્પેન્ડ સાંસદોને શરદ પવારનો મળ્યો સાથ, કહ્યું - હું પણ  આંદોલનમાં...

રાજ્યસભામાંથી સસ્પેન્ડ આઠ સાંસદોને હવે એનસીપીના પ્રમુખ શરદ પવારનો સાથ મળ્યો છે. શરદ પવારે મંગળવારે આ સાંસદોના સમર્થનમાં એક દિવસના ઉપવાસની ઘોષણા કરી હતી. શરદ પવારે કહ્યું કે, હું રાજ્યસભાના આઠ સાંસદોના આંદોલનમાં ભાગ લઈશ અને તેમના સમર્થનમાં પણ હું એક દિવસ ઉપવાસ કરીશ. આ સાંસદોને રાજ્યસભામાં એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં ભારે વિરોધ અને હોબાળો થતાં આઠ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વિપક્ષ ચોમાસુ સત્રનો બહિષ્કાર કરશે : ગુલામ નબી આઝાદ

બીજી સોમવારે રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયેલા 8 સાંસદોએ રાતોરાત ગાંધી પ્રતિમા સામે ધરણા કર્યા હતા અને સવારે ધરણાનો સમાપન કર્યો હતો. દરમિયાન, કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, જ્યાં સુધી અમારા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે અને ખેડૂત બિલ સંબંધિત અમારી માંગણીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી વિપક્ષ ચોમાસુ સત્રનો બહિષ્કાર કરશે. નબીએ કહ્યું કે અમે એમએસપીને લઈને ત્રણ શરતો અમારી પૂર્તિ થાય ત્યાં સુધી રાખી છે, અમારો બહિષ્કાર ચાલુ રહેશે.

વિપક્ષના આ 8 સાંસદોને કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ

આપને જણાવી દઈએ કે, રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ ગૃહમાં હોબાળો અને ડેપ્યુટી સ્પીકર હરિવંશ સાથે અભદ્ર વર્તનને કારણે રવિવારે (20 સપ્ટેમ્બર) સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં કોંગ્રેસના રાજુ સાતવ, સૈયદ નાસિર હુસેન અને રિપૂન બોરા, તૃણમૂલ કોંગ્રેસના ‘ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, સીપીઆઈ-એમના કેકે રાગેશ અને ઇલારામ કરીમનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.