Not Set/ વિપક્ષનાં સંસદ સત્ર બહિષ્કાર વચ્ચે રાજ્યસભામાં અગત્યની બેઠક બોલાવવામાં આવી…

વ્યસ્ત પ્રવૃતિઓ, વિરોધ પ્રદર્શન અને એક દિવસ અગાઉ અનેક બિલ પસાર થયા બાદ રાજ્યસભાએ મંગળવારે વ્યાપાર સલાહકાર સમિતિ (બીએસી)ની બેઠક બોલાવી છે. પરંતુ વિપક્ષે, જેણે સંસદના બાકીના સત્રનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે, તે આ બેઠકમાં ભાગ નહીં લે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન, સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ, કોંગ્રેસના આનંદ શર્મા અને રાષ્ટ્રીય જનતા […]

India
f75f4576315c736b6f7827c062d34381 વિપક્ષનાં સંસદ સત્ર બહિષ્કાર વચ્ચે રાજ્યસભામાં અગત્યની બેઠક બોલાવવામાં આવી...
f75f4576315c736b6f7827c062d34381 વિપક્ષનાં સંસદ સત્ર બહિષ્કાર વચ્ચે રાજ્યસભામાં અગત્યની બેઠક બોલાવવામાં આવી...

વ્યસ્ત પ્રવૃતિઓ, વિરોધ પ્રદર્શન અને એક દિવસ અગાઉ અનેક બિલ પસાર થયા બાદ રાજ્યસભાએ મંગળવારે વ્યાપાર સલાહકાર સમિતિ (બીએસી)ની બેઠક બોલાવી છે. પરંતુ વિપક્ષે, જેણે સંસદના બાકીના સત્રનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે, તે આ બેઠકમાં ભાગ નહીં લે.

ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન, સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ, કોંગ્રેસના આનંદ શર્મા અને રાષ્ટ્રીય જનતા દળના જયરામ રમેશ સહિતનાં આ પાંચ વિરોધીપક્ષનાં નેતાઓ સમિતિની બેઠકમાં ભાગ લેશે નહીં. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુની અધ્યક્ષતાવાળી બીએસી એક પેનલ છે, જેમાં ગૃહના સપ્તાહની કાર્યસૂચિ પર ચર્ચા થાય છે. એક-બે દિવસમાં ગૃહની મુલતવી રાખવાના સંકેતો વચ્ચે બેઠક બોલાવવામાં આવી છે.

આ મામલે વિરોધી પક્ષોએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે બીએસી બેઠકના એક કલાક પહેલા જ તેમને આ વિશે જાણ કરવામાં આવી હતી, જેના કારણે તેઓને મીટિંગમાં ભાગ લેવા માટે પૂરતો સમય મળી શક્યો ન હતો. રાજ્યસભાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શોર્ટ નોટિસ પર બેઠક બોલાવવામાં આવી હતી અને પેનલના તમામ સભ્યોને જાણ કરવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

રવિવારે રાજ્યસભાએ કૃષિ સંબંધિત બે બિલ – કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સગવડતા) બિલ, 2020, અને ગૃહમાં ભારે દેખાવો વચ્ચે પ્રાઈસ એશ્યોરન્સ એન્ડ એગ્રિકલ્ચરલ સર્વિસીઝ બિલ, 2020 (સશક્તિકરણ અને સંરક્ષણ) ને પસાર કર્યું.

એક તરફ વિરોધી દાવો કરે છે કે કૃષિ બિલ ખેડૂત વિરોધી છે, જ્યારે સરકારનું કહેવું છે કે આ બિલ ખાનગી રોકાણો દ્વારા ખેતીને પ્રોત્સાહિત કરશે. ભારે અવાજ અને ખરાબ વર્તનને કારણે સોમવારે આઠ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews