Not Set/ બિહારની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે, જાણો ક્યારે થશે પરિણામનું એલાન

બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોવિડ સમયગાળા દરમિયાન ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબર 2020 નાં રોજ થશે, બીજો તબક્કો 3 નવેમ્બરે અને ત્રીજો તબક્કો 7 નવેમ્બરનાં રોજ યોજાશે. ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો 10 નવેમ્બર 2020 […]

Uncategorized
1e6a57a81dcc0caf8cbd23c5cde2914c બિહારની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે, જાણો ક્યારે થશે પરિણામનું એલાન
1e6a57a81dcc0caf8cbd23c5cde2914c બિહારની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે, જાણો ક્યારે થશે પરિણામનું એલાન

બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોવિડ સમયગાળા દરમિયાન ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબર 2020 નાં રોજ થશે, બીજો તબક્કો 3 નવેમ્બરે અને ત્રીજો તબક્કો 7 નવેમ્બરનાં રોજ યોજાશે.

ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો 10 નવેમ્બર 2020 નાં રોજ જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, પ્રથમ તબક્કામાં જ્યાં 16 જિલ્લાઓની 71 બેઠકો પર મતદાન થશે, ત્યાં બીજા તબક્કામાં 17 જિલ્લાઓમાં 94 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત ત્રીજા અને અંતિમ તબક્કાનાં 15 જિલ્લાની 78 બેઠકો પર મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.