Not Set/ કોરોના સંકટ વચ્ચે જાણો દેશનાં કયા રાજ્યનાં CM એ સિનેમા હોલ ખોલવાની આપી પરવાનગી

  પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે બંધ થયેલા સિનેમા હોલ ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. સીએમ મમતાએ કહ્યું કે, રાજ્યમાં 1 ઓક્ટોબરથી સિનેમા હોલ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમના માટે સોશિયલ ડિસ્ટેંસિંગનાં નિયમો અને અન્ય કોરોના માર્ગદર્શિકાઓનું પાલન કરવું ફરજિયાત છે. ફક્ત 50 લોકોને સિનેમા હોલમાં જવાની મંજૂરી આપવામાં […]

Uncategorized
a392270e2ba928ec6c1adff1776ff8c6 કોરોના સંકટ વચ્ચે જાણો દેશનાં કયા રાજ્યનાં CM એ સિનેમા હોલ ખોલવાની આપી પરવાનગી
a392270e2ba928ec6c1adff1776ff8c6 કોરોના સંકટ વચ્ચે જાણો દેશનાં કયા રાજ્યનાં CM એ સિનેમા હોલ ખોલવાની આપી પરવાનગી 

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે બંધ થયેલા સિનેમા હોલ ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. સીએમ મમતાએ કહ્યું કે, રાજ્યમાં 1 ઓક્ટોબરથી સિનેમા હોલ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમના માટે સોશિયલ ડિસ્ટેંસિંગનાં નિયમો અને અન્ય કોરોના માર્ગદર્શિકાઓનું પાલન કરવું ફરજિયાત છે. ફક્ત 50 લોકોને સિનેમા હોલમાં જવાની મંજૂરી આપવામાં આવશે. મમતા બેનર્જીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

મમતા બેનર્જીએ ગુરુવારે આગામી ઉત્સવ માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ હેઠળ, યોગ્ય વેન્ટિલેશન માટે પંડાલ ચારે બાજુથી ખુલ્લો હોવો જોઈએ. હેન્ડ સેનિટાઇઝર આવશ્યક રૂપથી પંડાલોને પ્રવેશવાળા જગ્યા પર રાખવુ જોઇએ અને ચહેરા પર માસ્ક રાખવુ પણ ફરજીયાત હશે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે રાજ્યની પ્રત્યેક દુર્ગાપૂજા સમિતિને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રાજ્યની લગભગ 37 હજાર દુર્ગા પૂજા સમિતિઓ માટે ઘણા પ્રકારની રાહતની ઘોષણા કરતા બેનર્જીએ કહ્યુ કે, ફાયર વિભાગ, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન, અન્ય મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતો તેમની સેવાઓ માટે પૂજા સમિતિઓ પાસેથી કોઈ કર અથવા ફરજ વસૂલશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.