Not Set/ કૃષિ બિલ વિરોધ/ ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરને લગાવાઇ આગ, 5 લોકોની અટકાયત, જુઓ વીડિયો

  દિલ્હીનાં હાઇ સિક્યુરિટી ઝોન હેઠળ આવેલા ઇન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરમાં આગ લગાડવા બદલ પોલીસે સોમવારે સવારે 5 લોકોની અટકાયત કરી છે. આ દરેક પંજાબનાં હોવાનુ સામે આવી રહ્યુ છે. તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓનાં નામ મનજોતસિંહ, રમણદીપસિંહ સિંધુ, રાહુલ, સાહિબ અને સુમિત હોવાનું સામે આવ્યુ છે. આ વીડિયોને […]

Uncategorized
0277c1e3d870e3f4df1e0ed5e01c35dd કૃષિ બિલ વિરોધ/ ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરને લગાવાઇ આગ, 5 લોકોની અટકાયત, જુઓ વીડિયો
0277c1e3d870e3f4df1e0ed5e01c35dd કૃષિ બિલ વિરોધ/ ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરને લગાવાઇ આગ, 5 લોકોની અટકાયત, જુઓ વીડિયો 

દિલ્હીનાં હાઇ સિક્યુરિટી ઝોન હેઠળ આવેલા ઇન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરમાં આગ લગાડવા બદલ પોલીસે સોમવારે સવારે 5 લોકોની અટકાયત કરી છે. આ દરેક પંજાબનાં હોવાનુ સામે આવી રહ્યુ છે. તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓનાં નામ મનજોતસિંહ, રમણદીપસિંહ સિંધુ, રાહુલ, સાહિબ અને સુમિત હોવાનું સામે આવ્યુ છે.

આ વીડિયોને પંજાબ કોંગ્રેસ યુથ પેજ પર લાઇવ પણ બતાવવામાં આવ્યો હતો. જે બાદ આશંકા છે કે તમામ આરોપીઓ કોંગ્રેસનાં કાર્યકરો છે. પોલીસનાં કહેવા મુજબ, ઝડપાયેલા તમામ યુવકો પોતાને પંજાબ યુથ કોંગ્રેસનાં નેતા ગણાવી રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ પાંચ લોકો ઉપરાંત એક ઇનોવા કાર પણ કબજે કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, સવારે 7.15 થી 7.30 ની વચ્ચે ખેડૂત બિલનાં વિરોધમાં, લગભગ 15 થી 20 લોકો ઈન્ડિયા ગેટ પાસે એકઠા થયા હતા. તે પોતાની સાથે એક જુનુ ટ્રેક્ટર લઈને આવ્યા હતા. ટાટા 407 થી તેમણે ટ્રેક્ટર નીચે ઉતારીને સળગાવ્યું હતુ. આ લોકોએ ખેડૂત કાયદાનાં વિરોધમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. યુવક પોતાની સાથે ભગતસિંહની તસવીર લાવ્યા હતા.

રવિવારે પણ દેશનાં ઘણા ભાગોમાં ખેડૂતો અને રાજકીય પક્ષોએ કૃષિ કાયદાની વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે ત્રણ કૃષિ બિલને મંજૂરી આપી હતી. ગેઝેટની સૂચના મુજબ રાષ્ટ્રપતિએ ત્રણ બીલને મંજૂરી આપી. આ બિલ છે – ૧) ખેડૂતો વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ, 2020, 2) ખેડૂતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ, 2020 અને 3) આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) બિલ, 2020. પ્રોડક્ટ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020 નો હેતુ રાજ્યની વિવિધ વિધાનસભાઓ દ્વારા રચાયેલી કૃષિ પેદાશ માર્કેટિંગ સમિતિઓ (એપીએમસી) દ્વારા નિયમનકારી મંડળોની બહાર કૃષિ પેદાશોનાં વેચાણને મંજૂરી આપવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.