Not Set/ 75 વર્ષનાં થયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદીએ જન્મ દિવસની પાઠવી શુભેચ્છાઓ

  આજે દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મદિવસ છે, આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ દ્વારા રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા છે, જેમા તેમણે લખ્યું છે કે, ‘રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભેચ્છા, તેમની સમૃધ્ધ અંતદ્રષ્ટિ અને નીતિ વિષયક સમજ તે આપણા રાષ્ટ્ર માટે એક મોટી સંપત્તિ છે, તે નબળાઓની સેવા કરવામા ખૂબ જ દયાળુ છે, હુ તેમના સારા […]

Uncategorized
1ceb553482b09d3eeabb2f091b8a078a 75 વર્ષનાં થયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદીએ જન્મ દિવસની પાઠવી શુભેચ્છાઓ
1ceb553482b09d3eeabb2f091b8a078a 75 વર્ષનાં થયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદીએ જન્મ દિવસની પાઠવી શુભેચ્છાઓ 

આજે દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મદિવસ છે, આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ દ્વારા રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા છે, જેમા તેમણે લખ્યું છે કે, રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભેચ્છા, તેમની સમૃધ્ધ અંતદ્રષ્ટિ અને નીતિ વિષયક સમજ તે આપણા રાષ્ટ્ર માટે એક મોટી સંપત્તિ છે, તે નબળાઓની સેવા કરવામા ખૂબ જ દયાળુ છે, હુ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે પ્રાર્થના કરું છું.

આપને જણાવી દઈએ કે, રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર 1945 નાં રોજ થયો હતો. વર્ષ 2017 માં મહામહિમનો હવાલો સંભાળનારા રાષ્ટ્રપતિ કોવિંદનું આજે પણ પૈતૃક વતન કલ્યાણપુરમાં છે. ખૂબ જ સામાન્ય કુટુંબમાંથી આવતા કોવિંદને જ્યારે રાષ્ટ્રપતતિ પદનાં ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા ત્યારે તે સમયે તેઓ બિહારનાં રાજ્યપાલ હતા. કોવિંદે કાનપુર યુનિવર્સિટીમાંથી બી.કોમ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે, તો વળી તેઓ દિલ્હી હાઈકોર્ટમાં 1977 થી 1979 સુધી કેન્દ્ર સરકારનાં વકીલ રહ્યા હતા, વર્ષ 1980 થી 1993 સુધી કેન્દ્ર સરકારનાં સ્થાયી પરિષદમાં હતા.

રાષ્ટ્રપતિ કોવિંદે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં 16 વર્ષ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે તેમને વર્ષ 1971 માં દિલ્હી બાર કાઉન્સિલમાં નામાંકિત કરવામાં આવ્યા હતા, વર્ષ 1994 માં, કોવિંદ ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેઓ 12 વર્ષ સુધી રાજ્યસભાનાં સાંસદ રહ્યા, તે અનેક સંસદીય સમિતિયોનાં સભ્ય પણ રહી ચૂક્યા છે. એટલુ જ નહીં, કોવિંદ ગવર્નર્સ ઓફ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનાં પણ સભ્ય રહી ચૂક્યા છે, વર્ષ 2002 માં કોવિંદે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ કોવિંદનાં લગ્ન 30 મે 1974 નાં રોજ સવિતા કોવિંદ સાથે થયા હતા, તેમના એક પુત્ર પ્રશાંત અને નાની પુત્રી સ્વાતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.