Not Set/ ‘રેડિયો પ્રિઝન’/ જેલમાં કેદીઓને હવે આવી રીતે મનોરંજન મળી રહેશે…

  ગાંધી જ્યંતી નિમિત્તે સમગ્ર રાજયમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરુપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન ભાઇઓને જેલમાં મનોરંજન મળી રહે તેમજ તેઓ જેલનાં બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે તે માટે ગુજરાત જેલ વિભાગ દ્વારા બંદીવાનો માટે અને તેમના દ્વારા જ સંચાલિત ‘રેડિયો પ્રિઝન’ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી. જેનો હેતુ છે […]

Ahmedabad Gujarat
66614ed35f90cb9181c065c7aa81cc60 ‘રેડિયો પ્રિઝન’/ જેલમાં કેદીઓને હવે આવી રીતે મનોરંજન મળી રહેશે...
66614ed35f90cb9181c065c7aa81cc60 ‘રેડિયો પ્રિઝન’/ જેલમાં કેદીઓને હવે આવી રીતે મનોરંજન મળી રહેશે... 

ગાંધી જ્યંતી નિમિત્તે સમગ્ર રાજયમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરુપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન ભાઇઓને જેલમાં મનોરંજન મળી રહે તેમજ તેઓ જેલનાં બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે તે માટે ગુજરાત જેલ વિભાગ દ્વારા બંદીવાનો માટે અને તેમના દ્વારા જ સંચાલિત ‘રેડિયો પ્રિઝન’ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી. જેનો હેતુ છે કે બંદીવાનોને તેના દ્વારા ઉપયોગી શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી જેલમાંથી જ મળી શકે અને બંદીવાન ભાઇઓ તેનો મહત્તમ લાભ લઇ શકે. જો કે આ રેડિયો માત્ર જેલ પુરતુ જ હશે. જેમાં કેદીઓ પોતાની આગવી કળા, જીવનના સંઘર્ષ અને પોતાના વિચારો રજૂ કરી શકશે. આ નવતર પ્રયોગથી જેલના કેદીઓમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં 10 જેટલા કેદીઓ રેડીઓ જોકી બન્યા છે.  હાલમાં આરજે પાસે કેદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારબાદ કેદીઓ દ્વારા જ સમગ્ર રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. સવારે 8થી 12 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી આ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. આ સ્ટેશનમાં રેડિયો માટે જરૂરી તમામ અત્યાધુનિક સાધનો મંગાવાયા છે. પ્રાયોગિક ધોરણે અહીં આ પ્રોજેક્ટ મુકાયો છે. જો તે સફળ રહેશે તો બાદમાં ગુજરાત ની અન્ય 28 જેલોમાં પણ લાગુ કરવામાં આવશે. મહત્વનું છે કે જેલમાં 3 હજાર કેદીઓ છે. આ નવતર પ્રયોગ થી જેમના જીવન ના વિકાસ ના ઘડતરમાં નવી દિશા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.