Not Set/ હાથરસ/પોલીસના લાઠ્ઠી ચાર્જ સામે કોંગ્રેસનાં કાર્યકરોની આ રીતે ઢાલ બની ઉભા રહ્યા પ્રિયંકા ગાંઘી, જૂઓ વીડિયો

યુપીના હાથરસમાં દલિત યુવતી સાથે થયેલી રેપની ઘટના બાદ હાથરસ જવા માગતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પ્રશાસન તરફથી પાંચ લોકો સાથે જવાની શરત સાથે મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આ મુલાકાત પહેલા DND પર એક હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો.  પ્રિયંકા ગાંધી ખુદ ગાડી ચલાવીને રાહુલ ગાંધી સાથે નિકળી પડ્યા હતા. જ્યાં લોકો […]

Uncategorized
a4fcbcb3494100e8dd3f54bbc599c359 હાથરસ/પોલીસના લાઠ્ઠી ચાર્જ સામે કોંગ્રેસનાં કાર્યકરોની આ રીતે ઢાલ બની ઉભા રહ્યા પ્રિયંકા ગાંઘી, જૂઓ વીડિયો
a4fcbcb3494100e8dd3f54bbc599c359 હાથરસ/પોલીસના લાઠ્ઠી ચાર્જ સામે કોંગ્રેસનાં કાર્યકરોની આ રીતે ઢાલ બની ઉભા રહ્યા પ્રિયંકા ગાંઘી, જૂઓ વીડિયો

યુપીના હાથરસમાં દલિત યુવતી સાથે થયેલી રેપની ઘટના બાદ હાથરસ જવા માગતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પ્રશાસન તરફથી પાંચ લોકો સાથે જવાની શરત સાથે મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આ મુલાકાત પહેલા DND પર એક હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. 

પ્રિયંકા ગાંધી ખુદ ગાડી ચલાવીને રાહુલ ગાંધી સાથે નિકળી પડ્યા હતા. જ્યાં લોકો પહોંચે તે પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. પ્રશાસન અને પોલીસ એટલી બર્બરતા પર ઉતરી આવ્યા હતા કે, કોંગ્રેસી કાર્યકર્તા પર પોલીસ લાઠીચાર્જ કરવા લાગ્યા હતા, આ સમયે પ્રિયંકા ગાંધી ખુદ ગાડીમાંથી ઉતરીને પોતાના કાર્યકર્તાઓને બચાવવા માટે ઢાલ બનીને આડા ઊભા રહી ગયા હતા. 

પ્રિયંકાએ પોલીસની લાઠી પણ પકડી લીધી હતી.  આ સમયે ગાડી ઠીક ટોલ નાકા પર પહોંચી હતી. જ્યાં અમુક કાર્યકર્તા આ નેતાઓની સાથે જવા માટે જીદ કરી રહ્યા હતા, ત્યાર બાદ પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. જેને જોઈ પ્રિયંકા ગાંધી ગાડીમાંથી નીચે ઉતરી કાર્યકર્તાઓને બચાવવા આગળ આવ્યા હતા. આ દરમિયાન તેમણે પોલીસની લાકડી પણ પકડી રાખી હતી અને કાર્યકર્તાઓને બચાવ્યા હતા. પ્રિયંકાએ ઘાયલ કાર્યકર્તાઓને પોલીસથી બચાવી થોડા સાઈડમાં લઈ જઈ બચાવી લીધા હતા

જુઓ આ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews