Not Set/ હાથરસ ઘટનાને SCએ ગણાવી આઘાતજનક, સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસે આ મામલે માંગ્યો જવાબ

ઉત્તરપ્રદેશના હાથરસ ગેંગરેપના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં આજે થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે 19 વર્ષીય દલિત પરના ગેંગરેપ અને ડેથ કેસને આઘાતજનક કહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસ એ બોબડેએ કહ્યું કે, અમે આ મામલાની સુનાવણી કરી રહ્યા છીએ કારણ કે તે ખૂબ જ આઘાતજનક કેસ છે. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ […]

Uncategorized
eb6d888504e6063914c8c8de3df6be33 હાથરસ ઘટનાને SCએ ગણાવી આઘાતજનક, સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસે આ મામલે માંગ્યો જવાબ
eb6d888504e6063914c8c8de3df6be33 હાથરસ ઘટનાને SCએ ગણાવી આઘાતજનક, સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસે આ મામલે માંગ્યો જવાબ

ઉત્તરપ્રદેશના હાથરસ ગેંગરેપના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં આજે થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે 19 વર્ષીય દલિત પરના ગેંગરેપ અને ડેથ કેસને આઘાતજનક કહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસ એ બોબડેએ કહ્યું કે, અમે આ મામલાની સુનાવણી કરી રહ્યા છીએ કારણ કે તે ખૂબ જ આઘાતજનક કેસ છે. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, તમારે ઉત્તર પ્રદેશ સરકારને પૂછવું જોઈએ કે સાક્ષીઓના રક્ષણ માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે અમને જલ્દીથી કહો. તેમજ એફિડેવિટમાં પીડિતોની સલામતી વિશે સંપૂર્ણ માહિતી આપો.

આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રમણ્યમની ખંડપીઠે કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ કેસ આવતા અઠવાડિયા માટે મુલતવી રાખ્યો હતો. સીજેઆઈ એસ.એ.બોબડેએ જણાવ્યું હતું કે, કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇને અમે અરજદારની અરજીની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

અમે પીડિત પક્ષ અને સાક્ષીઓની સુરક્ષા માટેના યુપી સરકારનું નિવેદન નોંધવા માંગીએ છીએ, તમે સોગંદનામું ફાઇલ કરો. આના જવાબમાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ યુપી સરકાર તરફથી હાજરી આપતાં કહ્યું કે, અમે આ મામલે બુધવાર સુધીમાં સોગંદનામું ફાઇલ કરીશું.

સુપ્રિમ કોર્ટે મંગળવારની સુનાવણીમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ખાતરી કરશે કે હાથરસ કેસની તપાસ યોગ્ય અને નિષ્પક્ષ રીતે કરવામાં આવે છે. મહિલા અધિકારો માટે હાજરી આપતા એડ્વોકેટ કીર્તિસિંહે કહ્યું કે, તમે એમ કહી રહ્યા છો તેમ, કેસ આઘાતજનક છે, અમે પણ માનીએ છીએ, પરંતુ આ કેસમાં તમે અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટમાં કેમ ન ગયા? અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી પહેલા કેમ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ