Not Set/ #ક્રાઇમ ફાઇલ્સ અમદાવાદ/ લૂંટ-સટ્ટો-ચોરી-ખંડણી સહિતનાં આટલા ગુના નોંધાયા શહેરમાં….

અમદાવદ ગુજરાતમાં અનેક બાબતો અવ્વલ છે અને તેમા ગુનો પણ આવી જ જાય છે. એક અંદાજ પ્રમાણે શહેરમા રોજબરોજ લગભગ 350થી વધુ ફરિયાદો પોલીસ ચોંપડે નોંધવામાં આવે છે અને અનેક ફરિયાદો કે મસલાઓ તો નોંધવામાં પણ નહી આવતા હોય તે વાત પણ પાક્કી છે. તમામ વસ્તુ વચ્ચે અમદાવાદમાં આવા અને આટલા પ્રકારનાં ગુના નોંધવામાં આવ્યા […]

Ahmedabad Gujarat
02a3538cb9b5890350f3951215e5d0a4 #ક્રાઇમ ફાઇલ્સ અમદાવાદ/ લૂંટ-સટ્ટો-ચોરી-ખંડણી સહિતનાં આટલા ગુના નોંધાયા શહેરમાં....
02a3538cb9b5890350f3951215e5d0a4 #ક્રાઇમ ફાઇલ્સ અમદાવાદ/ લૂંટ-સટ્ટો-ચોરી-ખંડણી સહિતનાં આટલા ગુના નોંધાયા શહેરમાં....

અમદાવદ ગુજરાતમાં અનેક બાબતો અવ્વલ છે અને તેમા ગુનો પણ આવી જ જાય છે. એક અંદાજ પ્રમાણે શહેરમા રોજબરોજ લગભગ 350થી વધુ ફરિયાદો પોલીસ ચોંપડે નોંધવામાં આવે છે અને અનેક ફરિયાદો કે મસલાઓ તો નોંધવામાં પણ નહી આવતા હોય તે વાત પણ પાક્કી છે. તમામ વસ્તુ વચ્ચે અમદાવાદમાં આવા અને આટલા પ્રકારનાં ગુના નોંધવામાં આવ્યા છે…ચાલો તપાસીઓ શહેરની ક્રાઇમ લાઇન ઉડતી નજરે…  

અમદાવાદ
બાંદ્રા-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાના સાથે લૂંટ
સોનાનું મંગળસુત્ર ખેંચીને અજાણ્યો ઇસમ થયો ફરાર
અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

અમદાવાદ
IPL ની મેચ પર સટ્ટો રમડતા યુવકની કરાઇ ધરપકડ
એરપોર્ટ પોલીસે મોબાઇલ કબ્જે કરી તપાસ હાથ ધરી

અમદાવાદ
વેજલપુરમાં બંધ મકાનનુ તાળુ તોડીને ચોરીનો બનાવ
સોના-ચાંદીનાં દાગીનાં સહિત 69 હજારના મુદ્દામાલની ચોરી
વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

અમદાવાદ
વટવામાં યુવક પાસે ખંડણી માંગી અપહરણની અપાઇ ધમકી
પ્રિન્સ ફાર્મનાં માલીક પ્રિન્સ ઉર્ફે મોન્ટુ ગાંધીના પિતાને ફોન પર મળી ધમકી
50 લાખ આપવા પડશે, નહિ આપે તો દિકરા પ્રિન્સને ઉઠાવી જવાની આપી ધમકી
પ્રદિપ ઉર્ફે માયા યાદવ નામનાં શખ્સ સામે નોંધાઇ ફરિયાદ

અમદાવાદ
ટ્રેડિંગનાં વેપારી પાસે પૈસાની માંગણી કરીને અપાઇ ધમકી
મીત્ર પાસેથી લીધેલા 5 લાખ આપી દિધા હોવા છતાં વધુ પૈસાની કરી માંગ
બીજા ત્રણ લાખની માંગણી કરીને અપાઇ ધમકી
સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

અમદાવાદ
જોધપુરમાં આધેડની માલીકીની જગ્યા પર અન્ય શખ્સે કબ્જે જમાવ્યો
ગેરકાયદેસર રીતે પોતાના માણસો બેસાડી માલીકની કરી પ્રવેશબંધી
બલવંતસિંહ રાઓલ નામનાં શખ્સે જમાવ્યો કબ્જો
માલીકે જગ્યાએ જતા માણસોએ માર મારી આપી ધમકી
સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ
IPL ની મેચ પર સટ્ટો રમાડતા શખ્સની કરાઇ ધરપકડ
સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ
સાબરમતી જેલમાંથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો
સીમકાર્ડ, ચાર્જર અને બેટરી સહિતની વસ્તુઓ મળી
4 નંબરનાં યાર્ડમાં 4 નંબરની બેરેકનાં મંદિરમાં સંતાડેલો ફોન મળ્યો

ગણેશ ઉર્ફે બંટી તોમર નામનાં કેદી સામે રાણીપમાં નોંધાઇ ફરિયાદ

અમદાવાદ
રાણીપમાં પતિ-પત્નિ અને વો નો કિસ્સો સામે આવ્યો
પતિનાં ફોનમાં અન્ય સ્ત્રી સાથે ચેટ જોતા પતિ સાથે થયો ઝધડો
પતિની સ્ત્રી મીત્રનાં ઘરે મહિલા પહોંચતા પતિ પણ આવ્યો
પતિએ યુવતીનાં અન્ય યુવક સાથે સંબંધ હોવાનો કર્યો આક્ષેપ
પત્નિને લાગી આવતા નાઇટ્રોજનની ગોળીઓ ખાઇ કર્યો આપધાતનો પ્રયાસ
રાણીપ પોલીસે પતિ અને સ્ત્રી મીત્ર સામે નોંધી ફરિયાદ 

અમદાવાદ
વસ્ત્રાલની મહિલા સાથે 51 લાખની ઠગાઇની ધટના
બાળકોનાં લગ્નનાં દાગીનાં બનાવવા સોનીને આપ્યા રૂપિયા
35 લાખ રોકડા તેમજ 14 લાખનાં જુના દાગીનાં આપ્યા
10 તોલાની સોનાની લગડી પેટે 2.17 લાખ સોનીને ચુકવ્યા
શ્રીજી જ્વેલર્સના માલિક દુકાન મકાનને તાળા મારી થયા ફરાર
રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ
સસ્તા ભાવે સોનાનો બિસ્કીટ આપવાના નામે થઇ છેતરપીંડી
હાથીજણ સર્કલ પાસે વેપારીને બોલાવી આચરાઇ ઠગાઇ
નકલી પોલીસ બનીને આવેલા શખ્સોએ ત્રણ લાખ પડાવ્યા
ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને લૂંટ કરી શખ્સો ફરાર
રામોલ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોઁધી તપાસ હાથ ધરી

અમદાવાદ
નરોડામાં IPL ની મેચ પર સટ્ટો રમતા શખ્સે નોંધાઇ ફરિયાદ
ગલ્લા પર મળેલા શખ્સોએ સટ્ટા રમવા આઇડી બનાવી આપ્યુ
સટ્ટાનાં પૈસાની લેવડદેવડ મામલે યુવકને માર માર્યો
મોબાઇલ છિનવી લેતા નરોડા પોલીસે સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

અમદાવાદ
મણીનગરમાં ક્રિકેટ પર સટ્ટો રમતા શખ્સની કરાઇ ધરપકડ
ડાઇમંડ એક્સચેંજ નામની એપ્લીકેશનથી રમતો સટ્ટો

અમદાવાદ
માણેકચોકમાં IPL ની મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો
કારંજ પોલીસે યુવકની ધરપકડ કરી મોબાઇલ કબ્જે કર્યો

અમદાવાદ
નાસ્તાની લારી ચલાવતો શખ્સ વ્યાજખોરનાં ચુંગાલમાં ફસાયો
10 ટકા વ્યાજે લીધેલા 30 હજારની સામે 60 હજારની કરી માંગ
લોકડાઉનમાં ધંધો બંધ ન હોવાથી વ્યાજ ચુકવી ન શકતા આપી ધમકી
કાલુપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે નોંધાઇ ફરિયાદ

અમદાવાદ
કાલુપુરમાં જીન્સનાં વેપારી સાથે 59 લાખની ઠગાઇ
59.46 લાખનો માલ ખરીદી પૈસા ન આપી આચરી છેતરપીંડી
4 શખ્સો સામે કાલુપુરમાં વેપારીએ નોંધીવી ફરિયાદ

અમદાવાદ
મહિલાએ પૂર્વ પતિ સામે છેડતીની નોંધાવી ફરિયાદ
ગુલબાઇ ટેકરા વિસ્તારની મહિલાએ કરી ફરિયાદ
પતિને બીજી પત્નિ સાથે મનમેળ ન થતા મહિલાને કર્યુ લગ્ન માટે દબાણ
ઘરે આવીને મહિલાને પૂર્વ પતિએ કર્યા શારિરીક અડપલા
ગુજરાત યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews