રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તારીખોનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારથી જ આ ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે. આ સ્થિતિમાં ભાજપ-કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે આ વચ્ચે એક ચકમકનો વિડીયો વાયરલ થયો છે.
હકીકતમાં, રાજ્યમાં યોજાનારી પાલિકાની ચૂંટણીને લઈ ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ રાજપીપળા નગરપાલિકા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળ્યા હતા, પરંતુ આ પહેલા રાજપીપળા નગરપાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટના ઘરે અનિયમિત પાણી આવતું હોવાની ફરિયાદ સાથે રહીશો પહોંચ્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે ભારે ચકમક જરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ ચકમક અંગે જોઈએ તો, રાજપીપળા પાલિકા વૉર્ડ નંબર 4ના રહીશો પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટના ઘરે રજૂઆત કરી રહ્યા હતા. આ દરમિયાન રહીશો અને પાલિકા પ્રમુખ વચ્ચે ચકમક જરી હતી. બન્ને પક્ષ તરફથી ના બોલવાના શબ્દો પણ ઉચ્ચારાયા હતા.
બીજી તરફ પાલિકા પ્રમુખે કહ્યું હતું કે, રાજપીપળા પાલિકામાં વહિવટીદારનું શાસન છે, જો મારા વોર્ડના લોકોએ શાંતિથી રજૂઆત કરી હોત તો એમની સાથે રાજપીપળા પાલિકામાં જઈ રજૂઆત કરવામાં મને કોઈ જ વાંધો ન હતો, પરંતુ એમણે હલકી પ્રસિદ્ધિ મેળવવા અને મને બદનામ કરવા જ ગમે તેમ વર્તન કર્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
