Banaskantha News/ બનાસકાંઠામાં ટ્રક ચાલકો અને RTO કર્મીઓ વચ્ચે બબાલ

અમીરગઢ ઈકબાલગઢ નજીક થઇ બબાલ

Top Stories Gujarat Others

Banaskantha News : બનાસકાંઠામાં ટ્રક ચાલકો અને આરટીઓના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થચા મામલો ગરમાયો હતો.બનાસકાંઠાના અમીરગઢ ખાતે ઈકબાલગઢ પાસે આ બબાલ થઈ હતી. જેમાં એક ટ્રક ચાલકને આરટીઓ કર્મચારી દ્વારા ઉભા રહેવા માટે જમાવવામાં આવ્યુ હતું. જોકે ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. જેને પગલે આરટીઓના કર્મચારીઓએ ટ્રકનો પીછો કર્યો હતો.

જેમાં આરટીઓની સરકારી ગાડીના કાચ ફોડીને હૂમલો કરવામાં આવ્યો હતો. ટ્રકનો પીછો કરવામાં આવતા ગંગાસાગર પાટીયા પાસે આ હૂમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રક ઓવરલોડ હોવાથી આરટીઓ દ્વારા ટ્રક ચાલકને ઉભા રહેવા જણાવવામાં આવ્યું હતું. જોકે ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર થતા આ ઘર્ષણ થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું

આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..

આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ