જમ્મુ કાશ્મીર/ રાજૌરીમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, JCO સહિત 5 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં JCO સહિત સેનાના 5 જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, આતંકીઓ સામે સુરક્ષા…

Top Stories India
શહીદ

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં JCO સહિત સેનાના 5 જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, આતંકીઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન ચામેર જંગલમાં ચાલી રહ્યું હતું. આ દરમિયાન, એક JCO અને 4 સેનાના જવાનો ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સેનાના જુનિયર કમિશ્ડ ઓફિસર સહિત 5 સૈનિકો શહીદ થયા છે.

આ પણ વાંચો :શિવરાજ સિંહના મંત્રીઓ રેમ્પ પર મોડેલો સાથે કેટવોક કરતા જોવા મળ્યા, કોંગ્રેસે કર્યો કટાક્ષ, કહ્યું – વિશ્વગુરુ બનીનેજ રહેશે

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનના હજીરા અને ડુંગાનો એક વિસ્તાર છે જ્યાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, આ વિસ્તાર નિયંત્રણ રેખાને અડીને છે, જ્યાં સેનાને ઘૂસણખોરીની માહિતી મળતા જ, આતંકવાદીઓની શોધમાં સેના મોકલવામાં આવી હતી.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ સામે સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે અને પ્રાથમિક માહિતી મુજબ 3-4 આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓ જે સ્થળે છુપાયા હતા તે સ્થાન એલઓસીની ખૂબ નજીક છે અને નજીકમાં પાકિસ્તાનની ચોકી પણ છે. છેલ્લા 6 મહિના દરમિયાન સેનાએ આ સ્થળે 3 વખત આતંકવાદીઓનો સામનો કર્યો છે અને 4 આતંકવાદીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો : દેશમાં રસીની કોઈ અછત નથી, કોવેક્સિનની નિકાસને મંજુરી અપાઈ

આ સિવાય સોમવારે જમ્મુ -કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં ખગુંડ ખાતે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું કારણ કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. ફોર્સે ફાયરિંગનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

કોંગ્રેસનો પ્રશ્ન – 370 પછી શું થયું?

ખીણમાં સૈનિકોની શહાદત બાદ હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના ગૌરવ વલ્લભે સવાલ ઉઠાવ્યો છે કે 370 હટાવ્યા બાદ ત્યાં શું થયું છે? તેમણે કહ્યું કે 370 હટાવ્યા બાદ પણ ત્યાં બેરોજગારી છે. ભાજપ જે પણ કરે છે, તે તેના રાજકીય ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે કરે છે, એમ તેમણે જણાવ્યું હતું. કાશ્મીર સળગી રહ્યું છે અને તે કેન્દ્રની જવાબદારી છે. તેમણે કહ્યું કે કેન્દ્રના ગેરવહીવટથી કાશ્મીરના લોકોની મુશ્કેલીઓ ફરી વધી છે.

આ પણ વાંચો :બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર