Arvalli News : અરવલ્લીના બાયડ સ્થિત જીતપુર ખાતેના સામુહિક કેન્દ્રમાં ફરજ બજાવતા એક હેડ ક્લાર્કની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ધરપકડ કરી હતી.આ બનાવની વિગત મુજબ આ કેસનો ફરિયાદી લેબ ટેકેનિશીયન તરીકે કામ કરતો હતો. તેણે રાજીનામુ આપ્યા બાદ પોતાની જાહેર રજાના બિલ બનાવવાના બદલામાં સામુહિક આરોગ્ય કેન્દ્રના હેડ ક્લાર્કયશવંત એમ.પટેલે તેની પાસે રૂ.7,000 લાંચ પેટે માંગ્યા હતા.
જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીઓએ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ જાળ બિછાવીને ફરિયાદી પાસેથી 7 હજારની લાંચ લેતા ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી
આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે
