Jamnagar News: છેલ્લા દિવસોમાં જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર આવી પહોંચ્યા હતા.મુખ્યમંત્રી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે એરપોર્ટ ખાતેના મિટિંગ હોલમાં બેઠક યોજી જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતિનો તાગ મેળવશે.
આ પ્રસંગે એરપોર્ટ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, આગેવાન સર્વ રમેશભાઈ મૂંગરા, વિમલભાઈ કગથરા, આશીષભાઈ જોશી, કેતનભાઈ નાખવા, મેરામણભાઈ ભાટુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌએ મુખ્યમંત્રી નું અભિવાદન કરી આવકાર્યા હતા.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે મોડીસાંજે શરૂ થયેલા મેઘતાંડવે સતત ચોથા દિવસે પણ મુકામ કર્યો હતો, જેમાં દેવભૂમિના ખંભાળિયા પંથકને વધુ એકવાર ધમરોળતાં મોડીસાંજ સુધીમાં ધોધમાર 17.75 ઇંચ પાણી વરસી જતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જામનગર શહેરમાં વરસાદી કહેરે લોકોને બાનમાં લીધા હોય એમ વધુ 11.5 ઇંચ પાણી વરસતાં જળપ્રલય સમી સ્થિતિની ભીતિ સર્જાઇ હતી. જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.
તંત્ર દ્વારા 2000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે 300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 65 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામણી થઈ ગઈ છે.
@સાગર સંઘાણી, જામનગર
આ પણ વાંચો:વડોદરા 15 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
આ પણ વાંચો:વડોદરામાં વરસાદે મચાવ્યો કહેર, વિશ્વામિત્રી નદીના મગર વસ્તીમાં ફરવા નીકળ્યા
આ પણ વાંચો:ભારે વરસાદના માર બાદ રોગચાળાને નાથવા રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ, 35 મેડિકલ ટીમો સેવામાં