Gandhinagar News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની કમાન્ડ મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના વિકાસ અને પંચાયતી રાજને મજબૂત કરવા માટે સ્થાનિક સ્તરે જરૂરી નિર્ણયો લેવા CM ભૂપેન્દ્ર પટેલ હવે જિલ્લા પંચાયત પ્રમુખોને રૂબરૂ મળશે.
હવે દર મંગળવારે બપોરે 1:00 થી 1:30 વાગ્યા સુધી જિલ્લા પંચાયત પ્રમુખ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવીને પોતાના વિચારો રજૂ કરી શકશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં પડતી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાનો છે.
તાત્કાલિક પગલાં લેવામાં આવશે
દરેક જિલ્લાની સમસ્યાઓ અને વિકાસની જરૂરિયાતોને ગંભીરતાથી સાંભળવામાં આવશે અને તેના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. કારણ કે જિલ્લા પંચાયત પ્રમુખોને સીધા સાંભળવાની આ વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત પ્રમુખો માટે મોટી તક
આ નવું પગલું મુખ્યમંત્રી અને પંચાયતી રાજના પ્રતિનિધિઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરશે. જુદા-જુદા જિલ્લાના પ્રમુખો ગામડાઓમાં પાણી પુરવઠા, વિકાસ, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ વ્યવસ્થા જેવી તેમની સમસ્યાઓ સીધી રીતે રજૂ કરી શકશે.
સ્થાનિક સ્વરાજ્યને સુધારવાના પ્રયાસો
આ નવા તબક્કામાં સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યમાં વિકાસના કામોને વેગ આપવા સજ્જ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની આ પહેલનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં જિલ્લા સ્તરે મજબૂત યોજનાઓ તૈયાર કરીને લોકોનો વિશ્વાસ જીતવાનો છે.
મુખ્યમંત્રીએ પ્રતિનિધિઓની બેઠક કરીને મહત્વના નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી સ્થાનિક સરકારોના પ્રતિનિધિઓને મળી ચૂક્યા છે અને ઘણા મહત્વના નિર્ણયો લઈ ચૂક્યા છે. આ પગલું રાજ્યમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જેમાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિને વેગ મળશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભાજપ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે સરકારની લોકપ્રિયતાનું માપદંડ બની જાય છે. સીએમની આ પહેલ ભાજપના પ્રદેશ સંગઠન અને સ્થાનિક સ્તરે પ્રભાવ માટે પણ મહત્વની સાબિત થશે.
આ પણ વાંચો: સ્વચ્છતા ફક્ત કાર્ય જ નહીં કાયમી સંસ્કાર બનેઃ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ટકોર
આ પણ વાંચો: ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયા મંદિરમાં ધજા મહોત્સવનો શુભારંભ
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે જાદુ છે, તેઓ અજાતશત્રુ છેઃ નીતિન પટેલ