Gujarat election 2022/ CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે અમિત શાહની ઉપસ્થિતિમાં ભરશે ફોર્મ

Gujarat election 2022માં વર્તમાન  મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે તેમનું ઉમેદવારીપત્રક ભરશે. આ ઉમેદવારીપત્રક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ભરવામાં આવશે.

Top Stories Gujarat
Bhupendra patel CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે અમિત શાહની ઉપસ્થિતિમાં ભરશે ફોર્મ

Gujarat election 2022માં વર્તમાન  મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (#Bhupendra patel) 16 નવેમ્બરે તેમનું ઉમેદવારીપત્રક ભરશે. આ ઉમેદવારીપત્રક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની (Amit shah) હાજરીમાં ભરવામાં આવશે.  તેઓ ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી (Ghatlodiya assembly seat) ઉમેદવારી કરવાના છે. તેમના ફોર્મ ભરવાની સાથે-સાથે ભવ્ય કેસરિયા મહારેલી અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના (BJP) કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.

આ અગાઉ પણ ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયાની વિધાનસભા બેઠક પર જ ઊભા રહ્યા હતા અને એક લાખથી પણ વધારે મતની સરસાઈથી જીત્યા હતા. અગાઉના સીએમ આનંદીબેન પટેલ (Anandiben Patel) પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ઊભા રહ્યા હતા તથા વિક્રમી માર્જિનથી જીત્યા હતા. ભાજપ માટે ઘાટલોડિયા વિધાનસભા બેઠક અત્યંત સલામત માનવામાં આવે છે.

હાલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની ચૂંટણીને લઈને સતત ગુજરાતમાં જ રહેવાના છે. ટિકિટ વહેંચણી પછી અસંતોષની ઊભી થયેલી આગને ઠારવાની જવાબદારી અમિત શાહે નીભાવવાની છે. આ ઉપરાંત અમિત શાહે જાહેરાત કરી જ દીધી છે કે ગુજરાત વિધાનસભામાં ચૂંટણી પછી પણ મુખ્યપ્રધાન તો ભુપેન્દ્ર પટેલ જ રહેવાના છે.