Political/ CM ચૌહાણની ચેતવણી – આજકાલ ખતનાક મૂડમાં છુ, 10 ફૂટ જમીનમાં દફનાવી દઇશ

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે માફિયા તત્વોને રાજ્ય છોડવાની ચેતવણી આપી દીધી છે. તેમણે શુક્રવારે કહ્યું હતું કે, જો તે આ નહીં કરે તો તેને 10 ફૂટ જમીનમાં દફનાવવામાં આવશે અને કોઈને ખબર પણ નહીં પડે…

India
zzas 166 CM ચૌહાણની ચેતવણી - આજકાલ ખતનાક મૂડમાં છુ, 10 ફૂટ જમીનમાં દફનાવી દઇશ

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે માફિયા તત્વોને રાજ્ય છોડવાની ચેતવણી આપી દીધી છે. તેમણે શુક્રવારે કહ્યું હતું કે, જો તે આ નહીં કરે તો તેને 10 ફૂટ જમીનમાં દફનાવવામાં આવશે અને કોઈને ખબર પણ નહીં પડે. મુખ્યમંત્રી ચૌહાણે સુશાસન દિવસ નિમિત્તે હોશંગાબાદ જિલ્લાનાં બાબઇ વિકાસખંડમાં આયોજીત કાર્યક્રમને સંબોધન કરતા આ ચેતવણી આપી હતી.

તેમણે પોતાની શૈલીમાં કહ્યું, ‘આજકાલ, હુ ખતરનાક મૂડમાં છુ, ગડબડ કરનારાઓને છોડીશ નહી, ફોર્મ છે મામા. એક તરફ માફિયાઓ સામે ઝુંબેશ ચાલી રહી છે. ગેરકાયદેસર રીતે કબ્જો કરી લેવો, ક્યાંક ભવન તાની દીધી, ક્યાંક ડ્રગ માફિયા. સાંભળો, મધ્યપ્રદેશ છોડી દો નહીં તો હું 10 ફૂટ જમીનમાં દફનાવીશ, ક્યાંય ખબર નહીં પડે.

મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, અમે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિએ સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. અમારા માટે સુશાસનનો અર્થ એ છે કે જનતાને લેન-દેન વિના સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળે. અહીં કોઈ ફન્ને ખા નહી ચાલે. અહી માત્ર સુશાસન જ ચાલશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો