CBI/ કેજરીવાલ સાથે CM માન અને પુરી કેબિનેટ CBI ઓફિસ જશે,જાણો શું છે AAPની તૈયારી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે CBI હેડક્વાર્ટરની બહાર દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોની ભારે તૈનાત કરવામાં આવશે

Top Stories India
7 11 કેજરીવાલ સાથે CM માન અને પુરી કેબિનેટ CBI ઓફિસ જશે,જાણો શું છે AAPની તૈયારી

સીબીઆઈએ કથિત દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રવિવારે સમન્સ પાઠવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે ઘરની બહાર નીકળશે ત્યારે સમગ્ર ટીમ તેમની સાથે હાજર રહેશે. પંજાબના સીએમ ભગવંત માન પણ તેમની સાથે રહેશે. ભગવંત માન કેજરીવાલની સાથે સીબીઆઈ ઓફિસ જશે. ભગવંત માન ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદો અને દિલ્હીના મંત્રીઓ પણ કેજરીવાલની સાથે CBI હેડક્વાર્ટર જશે.

એટલું જ નહીં દિલ્હીમાં કેબિનેટ સાથે જોડાયેલા તમામ મંત્રીઓ અને પાર્ટીના તમામ રાજ્યસભા સાંસદો પણ કેજરીવાલની સાથે સીબીઆઈ ઓફિસ જશે. આના કારણે રવિવારે પણ રસ્તાઓ પર ભારે ટ્રાફિક થવાની સંભાવના છે કારણ કે પાર્ટીના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો તેમજ સામાન્ય કાર્યકરો તેમની સાથે CBI ઓફિસ જશે. કહેવામાં આવી રહ્યું છે કે સવારે સૌથી પહેલા પાર્ટીના તમામ સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પાર્ટી કાર્યાલય પહોંચશે. જે બાદ તેઓ મુખ્યમંત્રી સાથે સીબીઆઈ ઓફિસ જવા રવાના થશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે CBI હેડક્વાર્ટરની બહાર દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોની ભારે તૈનાત કરવામાં આવશે. એક હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત, સાવચેતીના પગલા તરીકે આમ આદમી પાર્ટી (AAP) કાર્યાલયની બહાર પણ સુરક્ષા કડક કરવામાં આવશે. જાણવા મળે છે કે CBIએ અરવિંદ કેજરીવાલને રવિવારે સવારે 11 વાગ્યે CBI હેડક્વાર્ટર બોલાવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સીબીઆઈ હેડક્વાર્ટર અને AAP ઓફિસની બહાર પૂરતી સંખ્યામાં રોડ બ્લોક મૂકવામાં આવશે.

દિલ્હી પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. નોંધનીય છે કે ગયા મહિને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ AAPએ આ મામલાને પોતાના નેતાઓ વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું છે. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું છે કે તેઓએ કેજરીવાલને રવિવારે હાજર થવા કહ્યું છે કારણ કે રવિવારે પ્રદેશમાં ઓફિસો બંધ રહે છે. નોંધનીય છે કે મનીષ સિસોદિયાને તેના હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા ત્યારે પણ સીબીઆઈએ આ જ રણનીતિ અપનાવી હતી