ગુજરાત પ્રવાસ/ કોરગ્રુપ સાથે બેઠક પૂર્ણ , CM પટેલ પણ નરેન્દ્ર મોદીને એરપોર્ટ પર મૂકવા PMની કારમા જ કમલમથી નિકળ્યા

PM મોદી હાલ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે અને આજે તેમનો અંતિમ દિવસ છે. પીએમ મોદીએ મહાત્મામાં મંદિરમાં કાર્યક્રમ પુરો થયા બાદ પ્રધાનમંત્રી મોદી ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા

Top Stories Gujarat
3 35 કોરગ્રુપ સાથે બેઠક પૂર્ણ , CM પટેલ પણ નરેન્દ્ર મોદીને એરપોર્ટ પર મૂકવા PMની કારમા જ કમલમથી નિકળ્યા

PM મોદી હાલ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે અને આજે તેમનો અંતિમ દિવસ છે. પીએમ મોદીએ મહાત્મામાં મંદિરમાં કાર્યક્રમ પુરો થયા બાદ પ્રધાનમંત્રી મોદી ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા છે. જ્યાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અહીં પીએમ મોદી કોર ગ્રુપ સાથે બેઠક કરી. જ્યાં મુખ્યમંત્રી સહિત કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.કોરગ્રુપ સાથે બેઠક પૂર્ણ  થતા CM પટેલ પણ નરેન્દ્ર મોદીને એરપોર્ટ પર મૂકવા PMની કારમા જ કમલમથી નિકળ્યા

ઉલ્લેખનીય છે કે  કોર કમિટીની બેઠક બાદ PM નરેન્દ્ર મોદી કમલમમાં ડિનર લેશે. કોર કમિટીના સભ્યો સાથે PM મોદી ડિનર કરશે. પહેલીવાર PM મોદીનો આ પ્રકારનો કાર્યક્રમ ગોઠવાયો છે. પીએમ મોદીનો ચૂંટણી સમયે પ્રચાર, જનસભા પર ફોકસ રહે છે, પરંતુ પહેલીવાર PM મોદી કોર કમિટીના સભ્યોની મુલાકાત લીધી છે. 5 મહિના બાદ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રધાનમંત્રીની બેઠક યોજાઈ છે.

મહત્વનું છે કે, પીએમ મોદીએ ગત કાલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ખાડી ઉત્સવમાં હાજરી આપ્યા બાદ આજે કચ્છને વિવિધ કામોમાં કરોડોની ભેટ આપી હતી. આજે સાંજે મહાત્મા મંદિર ખાતે મારુતિ સુઝુકીના વિશેષ કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજર રહ્યા હતા.

ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. એટલે ટક્કર થોડી મજબૂત થનાર છે. એટલું જ નહીં, આ વખતે ત્રિપાંખિયો જંગ જામે તેવી પુરેપુરી શક્યતાઓ છે. ભાજપ હાલ એડીચોટીનું જોર લગાવી રહી છે. એટલે પીએમ મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ વારંવાર ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમલમમાં ચૂંટણી પહેલા મહત્વની ગણાતી બેઠકમાં જોડાશે.