મંતવ્ય ન્યૂઝ પર મુખ્યમંત્રી રૂપાણી એ મંતવ્યના એડિટર ઇન ચીફ દીપકભાઈ રાજાણી સાથે Exclusive વાતચીત દરમિયાન કોરોનાની સ્થિતિ અંગે વિવિધ મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી રૂપાણી એ નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસો માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. બેડ થી માંડી તમામ વ્યવસ્થા સરકાર કરી રહી છે. બેડ, ઇન્જેક્શનની વ્યવસ્થા ઉભી કરવી પડે છે, ડૉક્ટરોનો મેનપાવર મેસેજ કરવો પડે તેમ છે કોરોનાનાવધી રહેલા કેસો સામે સરકારની કેટલીક મર્યાદા છે.આ ઉપરાંત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથેના તેમના સંબંધોમાં મતભેદ અંગે લોકોમાં ચર્ચા થતી જોવા મળતી હોય છે, ત્યારે મુખ્યમંત્રી રૂપાણી એ ખુલાસો કર્યો હતો કે અમારા બંને વચ્ચે કોઈ જ મતભેદ નથી.
બેડ હાઉસફુલ થવા અંગે મુખ્યમંત્રીનું નિવેદન,આ વૈશ્વિક પરિસ્થિતિ છે
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અમેરિકા સહિત દેશોમાં પણ આવી જ સ્થિતિ છે.આ પીક એકસાથે ઉંચુ જશે તે બધા માટે સરપ્રાઇઝ છે.કોરોનાના કેસ એકાએક વધી જવાના કારણે તાત્કાલિક જરૂરિયાત ઊભી થઇ છે.તેને પહોંચી વળવા માટે સરકારે જનભાગીદારી અને બધાના સહકાર થકી વ્યવસ્થા ઊભી કરી છે.
અલગ નિવેદનથી લોકોમાં ગભરાટ મુદ્દે નિવેદન,તજજ્ઞો કહે છે 30 એપ્રિલ સુધી સાયકલ તુટશે
કોરોનાની મહામારી સામે ગુજરાત રાજ્યમાં વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં ગયા વર્ષે આપણને કોઈ તકલીફ પડી નથી.દરેક પીકની સાયકલ લગભગ 60 દિવસની હોય છે,આ વખતની પીકની સાયકલ તુટી જાયતો બધી વ્યવસ્થા થઇ શકે.30 એપ્રિલ સુધીમાં આ સાયકલનાં 60 દિવસ પૂર્ણ થશે.
તજજ્ઞો કહે છે 30 એપ્રિલ સુધી સાયકલ તુટશે.
ઓક્સિજન વ્યવસ્થા મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન,હજી 10 હજાર બેડ 30 એપ્રિલ સુધી વધારાશે
કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકારને પણઓક્સિજન બેડ વધારવાની પુરતી ચિંતા છે.આ માટે શક્ય તેટલા પગલાં સરકાર દ્વારા ભરવામાં આવી રહ્યા છે.1 મહિનામાં 41 હજારથી 78 હજાર બેડ સુધી વધ્યા છે.હજી 10 હજાર બેડ 30 એપ્રિલ સુધી વધારાશે.
સહિયારા પ્રયાસ મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન,સંકટ સમયે સૌ સાથે મળીને આ સમયે કામ કરીશું
કોરોના જેવી વૈશ્વિક મહામારી ને પહોંચી વળવા માટે સરકારના પગલાં પર્યાપ્ત નથી. આ માટે સરકાર વિવિધ સંગઠનો પાસે સહકાર માગી રહી છે.આ સપ્તાહ દરમિયાન વિવિધ સમાજ તેમજ સંગઠનો સાથે વાતચીત થઈ છે. સંતસમાજ સાથે થી સહકાર માગ્યો,તમામ 162 મ્યુનિ.હોદ્દેદારો સાથે પણ વાતચીત થઇ ,તેમજ
તમામ ટોચનાં લોકો સાથે આપણે સંપર્કમાં છીએ.પંકજભાઇ પણ આપણી સાથે મદદમાં છે.સંકટ સમયે સૌ સાથે મળીને આ સમયે કામ કરીશું.સરકાર ઇચ્છે છે કે તમામ લોકો સાથે મળી કામ કરીએ.
વિપક્ષને જવાબદારી મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન,આવનારા દિવસોમાં સાથે મળીને રસ્તો કરીશું
કોરોના જેવી મહામારીમાં સરકારના પગલાં પર્યાપ્ત થઈ રહ્યા નથી ત્યારે વિપક્ષ આ બાબતને મુદ્દો બનાવી વિવિધ મુદ્દાઓ પર નિશાન સાધી રહી છે,તેમજ કોંગ્રેસ દ્વારા કેટલાંક સક્રિય પગલાં પણ ભરવામાં આવ્યા છે. આ બાબતે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે આવનારા દિવસોમાં મહામારીને પહોંચી વળવા માટે વિપક્ષની સાથે મળી અને રસ્તો કરશે.
કોરોના સ્થિતિ મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન,કેસો વધ્યાં એમાં સરકાર કયાંય વાત છુપાવતી નથી
એક વર્ષ પહેલા ઓચિંતા આવેલી કોરોના મહામારીને પહોંચી વળવા માટે સ્પષ્ટતા ન હતી, પરંતુ વરસ દિવસમાં તમામ બાબતો સ્પષ્ટ થઇ ચૂકી છે. જ્યારે ગયા વર્ષે ઘણી વસ્તુમાં અતિશયોક્તિ થઈ હતી.આટલા બધાં કેસ આવ્યા એટલે લાઇનો વધી,અમદાવાદ સિવિલમાં 3 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.રજિસ્ટ્રેશન પ્રોસેસથી માંડી તમામ વ્યવસ્થા કરાઇ છે.કેસો વધ્યાં એમાં સરકાર કયાંય વાત છુપાવતી નથી.મૃત્યુદર વધ્યો તેમાં પણ સરકાર વાત છુપાવતી નથી.સરકારે પોતાની જવાબદારી સમજી કાર્ય કર્યુ છે. દરેક જિલ્લા સાથે સંપર્ક કરી કામગીરી કરાઇ છે.
મૃત્યુદર વધવા અંગે મુખ્યમંત્રીનું નિવેદન,12 ડેડબોડી આવે તો રાહ જોવી જ પડે
મૃત્યુદરમાં થઈ રહેલા વધારા સામે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.એક સ્મશાનમાં છ ડેડબોડી સાચવી શકીએ.12 ડેડબોડી આવે તો રાહ જોવી જ પડે.સરકાર કયાંય વાત છુપાવતી નથી
આંકડાની વિસંગતતા અંગે મુખ્યમંત્રીનું નિવેદન,આ વખતે ડેથ ઓડિટ કમિટી બનાવી છે
કેસનાં આંકડા-મૃત્યુનાં આંકડા મુદ્દે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે15મી માર્ચે 50 હજાર પર ડે ટેસ્ટ કરાયા,આજે પોણા બે લાખ ટેસ્ટ કરાય છે.વ્યાપક ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરાયા છેટેસ્ટિંગમાં જે પોઝિટિવ આવે તેને ટ્રેક કરાય છે.આંકડા રાજ્યસરકાર-ભારત સરકારનાં પોર્ટલ પર અપડેટ છે.ટેસ્ટિંગનું પ્રમાણ વ્યાપક રીતે વધ્યું છે.ગયા વર્ષે 7 ટકા મૃત્યુનું પ્રમાણ હતું.આ વખતે ડેથ ઓડિટ કમિટી બનાવી છે
મંતવ્ય ન્યૂઝનાં માધ્યમ દ્વારા CMની અપીલ
મુખ્યમંત્રી રૂપાણી રાજ્યની જનતાને અપીલ કરી હતી કેબને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળો,તમામ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરો.
ઇન્જેકશન મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન,સપ્લાય વિતરણની ચિંતા કરીએ છીએ
ઇન્જેક્શન મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી એ બાબતની સ્પષ્ટતા કરી હતી કે આપણા દેશમાં 7 કંપની રેમડે.ઇન્જે.બનાવે છે. સરકાર દ્વારાતાત્કાલિક 3 લાખ ઇન્જે.નો ઓર્ડર ઝાયડસને આપવામાં આવ્યો છે.4.5 લાખ રેમડે.ઇન્જે.20 દિવસમાં ગુજરાતમાં પહોંચ્યા છે.હજી 20 હજાર ઇન્જે.નું પ્લાનિંગ થઇ રહ્યું છે.ટોસિલિઝુમેબ ઇન્જે.માટે પણ કામગીરી કરાઇ છે.આ વખતે ટોસિલિ.ઇન્જે.ની કોઇ ચર્ચા નથી
બેડ,ઓક્સિજન,સુવિધા મુદ્દે નિવેદન,તમામ પ્રયત્નો પુરતા પ્રમાણમાં કરાયા
મુખ્યમંત્રી રૂપાણીએ બેડ સહિતની સારવાર સુવિધા અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા તમામ પ્રયત્નો પૂરતા પ્રમાણમાં કરવામાં આવ્યા છે.1200 બેડથી 3 હજાર બેડ પર પહોંચ્યા,એસ.વી.પી હોસ્પિટલ આખી રિઝર્વ કરી,બેડ વધારતા જઇએ સામે કેસ વધે છેકેસો વધતાં નવી ચેલેન્જ વધે છે.લોકોને બિનજરૂરી હોસ્પિ.માં ના જવા કરી અપીલ કરી.આપણી રિકવરી 98 ટકાથી વધારે છે1 થી દોઢ ટકા લોકો મૃત્યુ પામે છે.
કોરોના ટેસ્ટ મુદ્દે મુખ્યમંત્રીની અપીલ,તાવ કે લક્ષણ આવે કે તરત ટેસ્ટ કરાવો
ટેસ્ટ કરાવવા માટે મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે તાવ કે કોરોના ના લક્ષણ આવે તો તરત જ ટેસ્ટ કરાવવો જોઈએ.તરત ટેસ્ટ પોઝિટિવ આવે તો આઇસોલેટ થાઓ,વિટામીનની ચાર ગોળી નિયમિત લોકેટલાંક લોકો સાજા થઇ કામે લાગી ગયા છે.
લોકડાઉન અંગે મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન,લોકો સ્વયં શિસ્ત રાખી લોકડાઉન કરે છે
લોકડાઉન મુદ્દે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કેલોકો હવે ગભરાઇ ગયા છે.ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રિ કર્ફયૂ 10 કલાકનો કરવામાં આવ્યો છે.આપણા ગુજરાતમાં કાયદો,વ્યવસ્થા સારી છે.દરેક ગામડામાં મોડે સુધી લોકો ટોળે વળી બેસે છેતે લોકો ના બેસે માટે રાત્રિ કર્ફયૂ લગાડાયો છે. લોકો દિવસે કામ કરે અને રાત્રે કર્ફ્યુનું પાલન કરે એ માટે રાત્રે કર્ફયૂ લગાડાયો છે.દરરોજનું કમાનાર લોકોનું પણ ધ્યાન રખાયું છે.જીમ,શૈ.કાર્યો આવશ્યક વસ્તુઓ બંધ કરી છે.લોકો સ્વયં શિસ્ત રાખી લોકડાઉન કરે છે.સ્વંય શિસ્ત લોકડાઉનની પણ છુટ છે.સરકાર સો ટકા ચિંતિત છે,તમારી સાથે છે.
રાત્રે હોમડિલિવરી મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન,આગામી દિવસોમાં સ્થિતિ મુદ્દે વિચારીશું.
સી.આર.પાટીલ સાથેના વિવાદિત પ્રશ્નો પર જવાબ આપવાનું મુખ્યમંત્રીએ ટાળ્યું
આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ પહોંચેલા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને રેમડેસિ.ઇન્જે.મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો. ઝાયડસમાં રેમડે.ઇન્જેક્શન ની અછત હતી ત્યારે તેઓએ કઈ રીતે વિતરણ કર્યુ…આ બાબતનો જવાબ સીઆર જ આપી શકે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.રાજકોટ કાર્યક્રમમાં પાટીલે કહ્યું રાજકોટના દર્દીઓને થઈ રહેલી સમસ્યાઓ અંગે તેમને ખબર નથી,મને કોઇ વિગત ખબર નથી તેમ જણાવ્યું,આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેનો જવાબ સીઆર આપી શકે.સી.આર અને મારા વચ્ચે કોઈ મતભેદ નથી.
https://www.facebook.com/mantavyanews/videos/405112057482021/

