ઉજવણી/ CMના હસ્તે જન્મદિનના શુભ અવસરે ત્રણ સેવાઓનો થશે શુભારંભ,બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી હેતુ તેઓના રોજબરોજના કાર્યને સ્પર્શતી બાબતને લગત સુવિધાઓમાં વધારો કરવા માટેના પ્રોજેક્ટનું તા.૦૨/૦૮/૨૦૨૧ ના રોજ રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે શુભારંભ કરવામાં આવશે.  
                               

Top Stories Gujarat
cm abhivadan CMના હસ્તે જન્મદિનના શુભ અવસરે ત્રણ સેવાઓનો થશે શુભારંભ,બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ

સોમવારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે તા. ૦૨/૦૮/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થશે.સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્તરીતે સેવા સેતુ કાર્યક્રમ  ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે અને ઈસ્ટ ઝોન માટેનો સેવા સેતુ કાર્યક્રમ  અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાશે

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના  હસ્તે ત્રણ સેવાઓનો થશે શુભારંભ

1.   પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ
2·   જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ
3·   તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને તા. ૦૨/૦૮૨૦૨૧ના રોજ સવારે ૦૯.૦૦ વાગ્યાથી બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્તરીતે  ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ અને ઈસ્ટ ઝોન માટે પેડક રોડ પર  અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવશે, ઉપરાંત  રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ નવી સેવાઓ (૧) પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, (૨) જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ અને (૩) તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર આપવાની પ્રણાલીનો શુભારંભ પણ કરવામાં આવશે.

સેવા સેતુ શ્રંખલાનો આ છઠ્ઠો તબક્કો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમમાં એન.યુ.એલ.એમ. હેઠળની સ્વસહાય જૂથ રચના, બેન્કેબલ યોજના, કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર, સ્વસહાય જૂથ રિવોલ્વિંગ ફંડ, એરિયા લેવલ ફેડરેશન ફંડ, રેગ પીકર્સ આર્થિક વિકાસ યોજના, ઈ-બાઈક પ્રમોશન, દીકરી યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય, સુકન્યા સમૃધ્ધિ યોજના, વગેરે સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ બનાવાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી હેતુ તેઓના રોજબરોજના કાર્યને સ્પર્શતી બાબતને લગત સુવિધાઓમાં વધારો કરવા માટેના પ્રોજેક્ટનું તા.૦૨/૦૮/૨૦૨૧ ના રોજ રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે શુભારંભ કરવામાં આવશે.

જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટેની મોબાઈલ – એપ

રાજકોટ શહેર માટેની જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટે અદ્યતન ફીચર્સ
સાથેની મોબાઇલ એપ, કે જે મોબાઇલ એપ થકી મુસાફરોને પરિવહન સેવાઓ હેઠળની તમામ બસના રૂટ તથા સમય પત્રકની માહિતી તેઓના મોબાઇલ પર સરળતાથી મળી શકશે તેમજ શહેરના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ઉપલબ્ધ બસની ટીકીટ મોબાઇલ એપ થકી મેળવી શકાશે.

GIS ઈનેબલ્ડ સિટિઝન પોર્ટલ – ( gis.rmc.gov.in )

રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી. દ્વારા પાન સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત GIS (Geographic Information System) પ્રોજેક્ટ હેઠળ સિટીઝન પોર્ટલ (gis.rmc.gov.in) બનાવવામાં આવેલ છે. આ સિટિઝન પોર્ટલમાં હાઈ રીઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત GPR (Ground Penitration Radar) ટેકનોલોજી નાં ઉપયોગ વડે શહેરના ૪,૦૦૦ (ચાર હજાર) કલોમીટર રસ્તાઓની નીચે રહેલ વિવિધ પ્રકાર ની યુટિલિટી  જેવી કે પાણી ની પાઈપ લાઈન, ડ્રેનેજ પાઈપ લાઈન , જુદા જુદા કેબલ નેટવર્ક  વિગેરેનો સર્વે કરી મેપ પર પ્લોટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોર્ટલ પરથી નીચે મુજબની વિવિધ પ્રકારની માહિતીઓ જેવીકે ઝોન બાઉન્ડ્રી, વોર્ડ બાઉન્ડ્રી, વોર્ડઓફિસ, શાળાઓ, હોકર્સઝોન, શહેરી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, ઉદ્યાનો અને બગીચાઓ , geo-tagged કરેલા મિલકત, રસ્તાઓ,  રોડ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, સ્ટોર્મ વોટર, અંડર ગ્રાઉન્ડ નેટવર્ક , ટી.પી.સ્કીમ્સ, સિટી સર્વે બાઉન્ડ્રી અને સિટી સર્વે નંબર, રેવન્યુ સર્વે બાઉન્ડ્રી અને નંબર, અસલ પ્લોટ વિગતો, અંતિમ પ્લોટ વિગતો, એફ-ફોર્મ વિગતો વિગેરે મેળવી શકાશે.

જન્મ મરણનાં દાખલાઓ વોર્ડ કક્ષાએથી મળવાનો શુભારંભ

રાજકોટના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રો હાલમાં ઝોનલ કચેરી પર આપવામાં આવે છે. શહેરીજનોને પોતાના ઘરની નજીક  વોર્ડ પરથીજ જન્મ-મરણના પ્રમાણ પત્ર મળી રહે તેમાટે રાજકોટ મહાનાગરપાલીકાની ઝોનલ કચેરી  ઉપરાંત તમામ ૧૮ વોર્ડ ઓફીસેથી જ જન્મ-મરણના દાખલા તથા તેમાં સુધારા અને આં ઉપરાંત જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ દાખલ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે.

majboor str 19 CMના હસ્તે જન્મદિનના શુભ અવસરે ત્રણ સેવાઓનો થશે શુભારંભ,બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ