Not Set/ રાજકોટ રીંગરોડ-૨, ફેઝ-૨ પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં રસ્તા અને બ્રીજનાં કામોની વિઝીટ કરતા અમિત અરોરા

રીંગરોડ-૨, ફેઝ-૨ ટ્રાફીકની અગ્રીમતાને ધ્યાને લઇ ફેઝ-૨ની કુલ ૧૧.૨૦ કી.મી લંબાઇ પૈકી પ્રથમ ૫(પાંચ) કી.મી. રસ્તાની રકમ રૂ. ૫.૬૮ કરોડનાં ખર્ચે કામગીરી પુર્ણ થયેલ હોય તા ૧૭.૦૨.૨૦૧૮નાં રોજ લોકાર્પણ કરી રસ્તો ટ્રાફીક માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો.

Gujarat Trending
gondal bridge commitioner રાજકોટ રીંગરોડ-૨, ફેઝ-૨ પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં રસ્તા અને બ્રીજનાં કામોની વિઝીટ કરતા અમિત અરોરા

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન અમિત અરોરાએ આજે રીંગરોડ-૨, ફેઝ-૨ પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં રસ્તા અને બ્રીજનાં કામોની વિઝીટ કરતા કરી હતી. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રીંગરોડ-૨, ફેઝ-૨, કાલાવડ હાઇવેથી ગોંડલ હાઇવે સુધીનાં ૩(ત્રણ) મેજર બ્રીજ સાથે ૧૧.૨૦ કી.મી.નાં ૨-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ. ૨૫.૮૨ કરોડનાં ખર્ચે પુર્ણતાને આરે છે.

gongal bridge commitioner રાજકોટ રીંગરોડ-૨, ફેઝ-૨ પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં રસ્તા અને બ્રીજનાં કામોની વિઝીટ કરતા અમિત અરોરા

ઉલેખનીય છે કે રીંગરોડ-૨, ફેઝ-૨ ટ્રાફીકની અગ્રીમતાને ધ્યાને લઇ ફેઝ-૨ની કુલ ૧૧.૨૦ કી.મી લંબાઇ પૈકી પ્રથમ ૫(પાંચ) કી.મી. રસ્તાની રકમ રૂ. ૫.૬૮ કરોડનાં ખર્ચે કામગીરી પુર્ણ થયેલ હોય તા ૧૭.૦૨.૨૦૧૮નાં રોજ લોકાર્પણ કરી રસ્તો ટ્રાફીક માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો. તેમજ સદરહું લોકાર્પણ થયેલ ૫.૦ કી.મી.નાં રસ્તા પૈકી ૩.૦ કી.મી.નો રસ્તો રાજકોટ મહાનગર પાલિકામાં સમાવિષ્ટ થતા સદરહું રોડ રાજકોટ મહાનગર પાલિકાને સુપરત કરેલ છે. તેમજ રસ્તાની પથરેખામાં ચે. ૬૨૦૦ પર આવેલ બ્રીજનું રકમ રૂ. ૨.૫૭ કરોડનાં ખર્ચે પુર્ણ કરી તા. ૦૧.૦૧.૨૦૨૧નાં રોજ લોકાર્પણ કરેલ છે.

રીંગરોડ-૨, ફેઝ-૨ માં બાકી રહેલ લંબાઇ પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં ૬.૨ કી.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. ૮.૧૧ કરોડનાં ખર્ચે પુર્ણતાને આરે છે. તેમજ રસ્તાની પથરેખામાં ચે. ૮૨૭૫ પર આવેલ બ્રીજની કામગીરી રકમ રૂ. ૭.૬૪ કરોડ તથા ચે. ૧૦૦૫૨ પર આવેલ બ્રીજની કામગીરી રકમ રૂ. ૧.૮૨ કરોડના ખર્ચે ટુંક સમયમાં પુર્ણ થનાર છે. આમ રીંગરોડ-૨, ફેઝ-૨ની ૨(બે) બ્રીજ સાથેની કામગીરી કુલ રકમ રૂ. ૧૭.૫૭ કરોડનાં ખર્ચે પુર્ણતાને આરે છે.

ઉપરોકત રસ્તા તથા બ્રીજના કામોની સ્થળ મુલાકાત રૂડાનાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ આજ રોજ કરેલ હતી. મુલાકાત દરમ્યાન તેઓએ રસ્તા તથા બ્રીજની કામગીરીનું નિરિક્ષણ કરેલ તથા તે સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો તથા માર્ગદર્શન કરાયેલ હતુ. આ સમગ્ર મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશ્નર સાથે રૂડાનાં મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા તથા ટેકનીકલ PA રૈયાણી સાથે જોડાયાં હતા. રોડ તથા બ્રીજ પ્રોજેકટની કામગીરીથી કમિશ્નરને રૂડાનાં ડાયરેકટર(પ્રોજેકટસ) બી.એ.મારૂ દ્વારા વાફેક કરવાયા હતા.

સદરહું રસ્તાનું લોકાર્પણ ગોંડલ, કાલાવડ, જામનગર તથા મોરબી માટે બાયપાસ રસ્તા તરીકે ઉપયોગી થઇ શકશે તેમજ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ તથા મેટોડા જી.આઇ.ડી.સી. વિકસીત એરીયાને કનેકટીવીટી મળી રહેશે, અને રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિક ભારણને મહદઅંશે ઘટાડી શકાશે.

majboor str 19 રાજકોટ રીંગરોડ-૨, ફેઝ-૨ પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં રસ્તા અને બ્રીજનાં કામોની વિઝીટ કરતા અમિત અરોરા