Not Set/ CMનાં અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથન થયા સંક્રમિત, હળવા લક્ષણો હોવાથી એક સપ્તાહથી હોમઆઇસોલેટ

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ એ તરખાટ મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના અનેક નેતાઓ અને ફ્રન્ટ લાઈન  વર્કર્સ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગઈકાલે ગુજરાત ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા હતા. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના થયોહોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ શ્રેણીમાં હવે ગુજરાતનાં વધુ એક […]

Top Stories Gujarat
k kailas ias CMનાં અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથન થયા સંક્રમિત, હળવા લક્ષણો હોવાથી એક સપ્તાહથી હોમઆઇસોલેટ

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ એ તરખાટ મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના અનેક નેતાઓ અને ફ્રન્ટ લાઈન  વર્કર્સ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગઈકાલે ગુજરાત ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા હતા. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના થયોહોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ શ્રેણીમાં હવે ગુજરાતનાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.CMનાં અગ્ર મુખ્યસચિવ પણ કે.કૈલાસનાથન કોરોના સંક્રમિત બન્યા હતા.

CMOમાં યોજાતી મિટીંગમાં ગેરહાજરીના કારણે પ્રશ્નાર્થ સર્જાયો હતો ત્યારે તમામ લોકોની અટકળોનો અંત આવ્યો છે,વધુમાં પ્રાપ્ત CMOવર્તુળમાંથી પ્રાપ્ત  વિગતો પ્રમાણે એક સપ્તાહથી  હોમ આઇસોલેશનમાં હોવાનું જાણવા મળ્યું છે.તેમજ તેઓને કોરોનાનાં હળવા લક્ષણો હોવાની  માહિતી કોરોના હોવા છતાબહાર આવી છે, તેઓ ઘેર બેઠા બેઠા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.તેમજ આગામી એકાદ સપ્તાહ બાદ ફરી ડયૂટી પર  હાજર થશે.જ્યારે ભારતીબેન શિયાળને કોરોના ના લક્ષણો જણાતા હોમ અઈસોલેટ થયા છે. સાથે ભાવનગર શહેર પ્રમુખ રાજુ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિગેરે પણ કોરોના સંક્રમિત થતાં થયા છે. ભારતીબેન શિયાળ એ છેલ્લા કેટલાક દિવસોમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કઢાવવા માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના ની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે . રાજ્યમાં કોરોના નો આંક ૧૪,૦૦૦ને પાર પહોંચી ચૂક્યો છે જોકે છેલ્લા બે દિવસથી કોરોનાના દૈનિક નોંધાતા કેસમાં સામાન્ય કહી શકાય તેવો ઘટાડો પણ નોંધાયો છે.રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા અનેક નેતાઓ કોરોના નો શિકાર બની ચુક્યા છે, આ સિવાય પણ ભાજપ અને કોંગ્રેસ બંને ના ધારાસભ્યો અને  કાર્યકર્તાઓ કોરોના નો શિકાર બની ચુક્યા છે.ભાજપના રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ નું કોરોના ના કારણે નિધન થયું હતું. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો પણ કોરોના ના કારણે નિધન થયું હતું.

kalmukho str 1 CMનાં અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથન થયા સંક્રમિત, હળવા લક્ષણો હોવાથી એક સપ્તાહથી હોમઆઇસોલેટ