Porbandar/ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદર નજીક થયું ગાયબ, શોધખોળ શરૂ

કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના ઘટી છે.  પોરબંદરથી લગભગ 40 કિ.મી. દૂર હેલીકોપ્ટ તૂટી પડ્યું હતું. હેલીકોપ્ટરમાં 2 પાયલોટ અને 2 ડ્રાઇવર સવાર હતા

Top Stories Gujarat Breaking News

Porbandar News: કોસ્ટગાર્ડ (Coastguard) હેલિકોપ્ટર (Helicopter) સાથે મોટી દુર્ઘટના ઘટી છે.  પોરબંદરથી લગભગ 40 કિ.મી. દૂર હેલીકોપ્ટ તૂટી પડ્યું હતું. હેલીકોપ્ટરમાં 2 પાયલોટ અને 2 ડ્રાઇવર સવાર હતા, જેમાં 1 ડ્રાઇવરનો બચાવ થયો છે જયારે અન્ય કોસ્ટગાર્ડ લાપતા છે.  મર્ચન્ટ વેસલમાં મેડીકલ ઇમરજન્સી માટે હેલીકોપ્ટર ગયું હતું.

ભારતીય કોસ્ટ ગાર્ડનું એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં ક્રેશ થતાં ડૂબી ગયું છે. ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે એમટી હરિલીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવામાં આવ્યા છે. સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર ત્રણ ક્રૂ મેમ્બર હાલ લાપતા છે. કોસ્ટગાર્ડે ગુમ થયેલા જવાનોની શોધખોળ અને બચાવ કામગીરી માટે 4 જહાજો અને 2 વિમાન તૈનાત કર્યા છે.

ભારતીય કોસ્ટગાર્ડના નિવેદન મુજબ, આ ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian CoastGuard) એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે (Advance Light Helicopter) તાજેતરમાં ગુજરાતમાં તાજેતરના ચક્રવાત દરમિયાન 67 લોકોના જીવ બચાવ્યા હતા જે ગઈકાલથી પોરબંદરથી લગભગ 45 કિલોમીટર દૂર મોટર ટેન્કર હરિલીલામાં ગંભીર રીતે ઘાયલ ક્રૂના તબીબી સ્થળાંતર માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

4 એર ક્રુ ઓનબોર્ડ સાથે ICG ALH હેલિકોપ્ટર ઓપરેશન દરમિયાન કથિત રીતે દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. દરમિયાન એક ક્રૂ મેમ્બરનો બચાવ કરવામાં આવ્યો છે અને બાકીના 3 મેમ્બરની શોધખોળ ચાલુ છે. હાલ, ભારતીય કોસ્ટગાડે સર્ચ ઓપરેશન માટે 4 જહાજો અને બે વિમાનો તૈનાત કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live: રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!

આ પણ વાંચો:Gujarat Rain Live: સુરતમાં ઓલણ નદીમાં પૂર આવ્યું, દક્ષિણ ગુજરાત થઈ જાઓ સતર્ક

આ પણ વાંચો:અમદાવાદમાં 1 કલ્લાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ