New Delhi News: કસ્ટમ વિભાગે (Custom Department) દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 20 કરોડ રૂપિયાથી વધુની કિંમતના કોકેઈન (Cocaine) સાથે 2 બ્રાઝિલિયન નાગરિકોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગના એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે બંને સાઓ પાઉલોથી પેરિસ થઈને 24 ડિસેમ્બરે આવી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ દિલ્હી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન, બંને મુસાફરોએ કબૂલ્યું હતું કે તેઓ કોકેઈન ભરેલી કેપ્સ્યુલ ગળી ગયા હતા. મહિલા મુસાફર પાસેથી 562 ગ્રામ કોકેઈન ધરાવતી 58 કેપ્સ્યુલ મળી આવી હતી. જ્યારે પુરૂષ મુસાફર પાસેથી 837 ગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. 1399 ગ્રામ કોકેઈનની કુલ કિંમત 20.98 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં શંકાસ્પદોની બોટ પર દરોડા પાડીને લગભગ 2.3 ટન કોકેઈન જપ્ત : 13 ઝડપાયા
આ પણ વાંચો:કચ્છમાં ATSની મોટી કાર્યવાહી, 91 કરોડનું 13 કિલો કોકેઈન જપ્ત કરાયું