Not Set/ અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનું કોકેઇન ઝડપાયું

એનસીબીએ  દુબઇથી આવતા એક મુસાફરની કોકેઇન સાથે ઝડપી પાડ્યો છે આ મુસાફર દુબઇથી આવી રહ્યો હતો ,પકડાયેલા મુસાફર આફ્રીકન છે અને તેનું નામ પેડલર છે

Gujarat
airport અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનું કોકેઇન ઝડપાયું

ગુજરાતમાં પણ હવે ઉડતા ગુજરાત બની રહ્યું છે ,રાજ્યમાં ડ્રગ્સના બંધાણી વધી રહ્યા છે જેના લીધે ડ્રગ્સ સપ્લાય પણ વધ્યું છે અવાર નવાર હેરોઇન અને કોકેઇન પકડાતું હોય છે અમદાવાદ એરપોર્ટ પરથી કોકેઇન ઝડપાયું છે.એનસીબીએ આશરે બે કિલોનો કોકેઇન ઝડપી પાડ્યું છે.

એનસીબીએ  દુબઇથી આવતા એક મુસાફરની કોકેઇન સાથે ઝડપી પાડ્યો છે આ મુસાફર દુબઇથી આવી રહ્યો હતો ,પકડાયેલા મુસાફર આફ્રીકન છે અને તેનું નામ પેડલર છે તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી બે કિલો કોકેઇન પકડાયું છે,જેની બજાર કિંમત 6 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે કોકેઇન સહિત અન્ય ડ્રગ્સની હેરાફેરી માટે અમદાવાદ હોટ સ્પોટ થઇ ગયો છે. આ પહેલા પણ એનસીબી કરોડોનો ડ્રગ્સ પકડી પાડ્યું છે. હાલ રાજ્યમાં જે પ્રમાણે ડ્રગ્સ પકડાય છે ચિંતાની વાત છે.