Not Set/ દિલ્હીમાં ઠંડીએ તોડયો 7 વર્ષનો રેકોર્ડ, આગામી બે દિવસ વરસાદની સંભાવના

ઠંડી સામે ઝઝૂમી રહેલા દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, યુપી, બિહાર, ઝારખંડ અને પંજાબનાં લોકોને હજુ રાહત મળવાની આશા દેખાતી નથી. દેશનાં ઘણા રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે.

Top Stories India
દિલ્હીમાં ઠંડી
  • દિલ્હીમાં ઠંડીએ તોડયો 7 વર્ષનો રેકોર્ડ
  • સતત 10 દિવસનો સમયગાળો રહ્યો ઠંડો
  • આગામી બે દિવસ વરસાદના પણ આસાર

ઠંડી સામે ઝઝૂમી રહેલા દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, યુપી, બિહાર, ઝારખંડ અને પંજાબનાં લોકોને હજુ રાહત મળવાની આશા દેખાતી નથી. દેશનાં ઘણા રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે. જાન્યુઆરીનું છેલ્લું અઠવાડિયું આવવાનું છે. સામાન્ય રીતે આ હવામાનનાં મૂડમાં ફેરફાર કરવાનો સમય છે. પરંતુ અત્યારે એવું થતું હોય તેવું લાગતું નથી. ઠંડી ઘટવાને બદલે વધી રહી છે.

આ પણ વાંચો – Shocking / ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે તણાવ વધશે, તાનાશાહ કિમ જોંગ ઉનનાં એકવાર ફરી ખતરનાક તેવર

હવામાન વિભાગ (IMD) અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હિલચાલને કારણે ઉત્તર ભારત અને રાજસ્થાનનાં વિસ્તારોમાં એક-બે દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે. તેમજ ઉત્તર ભારતનાં પહાડોમાં હિમવર્ષાનાં કારણે શીત લહેરનો સમયગાળો શરૂ થઈ શકે છે. આગામી 2 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. આ સિવાય પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમમાં વરસાદ પડી શકે છે. 20 અને 21 તારીખે ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મજબૂત સપાટી પરનાં પવનની શક્યતા છે. તેની સ્પીડ 20 થી 30 kmph હોઈ શકે છે. તેથી, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવશે. 21 અને 22 જાન્યુઆરી દરમિયાન પૂર્વોત્તર ભારતમાં પણ વરસાદની સંભાવના છે. સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો – T20 World Cup / ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડકપ મેચોનું શેડ્યૂલ જાહેર, ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે

રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે સવારે ધુમ્મસ છવાયું હતું અને હવામાન વિભાગે શુક્રવારે હળવો વરસાદ અને ધુમ્મસની આગાહી કરી છે. ગુરુવારે શહેરમાં મહત્તમ તાપમાન 19.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સીઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે આકાશ આંશિક વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડી શકે છે.