Not Set/ ઠંડીમાં ઠરીઠામ ગુજરાત પર ફરી છવાયું વરસાદી સંકટ, હવામાન વિભાગની આવી છે આગાહી

રાજ્યભરમાં તાપમાનનો પારો સડસડાત નીચે ઉતરતો જતો નોંંધવામાં આવી રહ્યો છે. હાડ થીજાવતી ઠંડી અને ભારે પવનને કારણે 4.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું.  તો ગુજરાતનાં 6 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હોવાનું સામે આવી રહ્યું છે. ઠંડીમાં ઠરીઠામ થઇ રહેલા ગુજરાત માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અને […]

Top Stories Gujarat Others
cold rain ઠંડીમાં ઠરીઠામ ગુજરાત પર ફરી છવાયું વરસાદી સંકટ, હવામાન વિભાગની આવી છે આગાહી

રાજ્યભરમાં તાપમાનનો પારો સડસડાત નીચે ઉતરતો જતો નોંંધવામાં આવી રહ્યો છે. હાડ થીજાવતી ઠંડી અને ભારે પવનને કારણે 4.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું.  તો ગુજરાતનાં 6 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હોવાનું સામે આવી રહ્યું છે. ઠંડીમાં ઠરીઠામ થઇ રહેલા ગુજરાત માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અને તે છે આ ઋતુમાં વરસાદ પડવાની શક્યતા.

જી હા, આ વખતે વરસાદે ગુજરાતમાં ચોક્કસથી લોકોને અનેક રીતે પરેશાન કર્યા હતા અને કરી રહ્યો હોય તેવું નોંધવામાં આવી રહ્યું છે. ત્યારે એકવાર ફરી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી છે.

13 જાન્યુઆરીના સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા ગુજરાત પર ફરી વરસાદી સંકટ મંડરાયેલું જોવામાં આવી રહ્યું છે. હેવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આવતા બે દિવસ બાદ વાતાવરણમાં પલટો જોવામાં આવશે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત વાતાવરણ પલટો થશે. બનાસકાંઠા, દ્વારકા,જામનગર,કચ્છમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના જોવામાં આવી રહી છે. નવા સર્જાયેલા  વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હવામાન વિભીગ દ્રારા આ આગાહી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.