Not Set/ જુઓ, આ છે દેશની સૌપ્રથમ રેલ્વે યુનિવર્સીટી, જ્યાં થશે રેલ્વે સાથે જોડાયેલા કામકાજનો અભ્યાસ

વડોદરા, ગુજરાતના વડોદરા ખાતે બનેલી રેલ્વે યુનિવર્સીટીનું કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયેલ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સાથે જ આ યુનિવર્સીટી દેશની પહેલી અને દુનિયાની ત્રીજી વિશ્વવિધાલય બની ગઈ છે, જ્યાં રેલ્વે સાથે જોડાયેલા કામકાજને લઈ અભ્યાસ કરાવવામાં આવશે. Aiming to provide new opportunities & a brighter future for the […]

Top Stories Gujarat Vadodara Trending
railway university 759 જુઓ, આ છે દેશની સૌપ્રથમ રેલ્વે યુનિવર્સીટી, જ્યાં થશે રેલ્વે સાથે જોડાયેલા કામકાજનો અભ્યાસ

વડોદરા,

ગુજરાતના વડોદરા ખાતે બનેલી રેલ્વે યુનિવર્સીટીનું કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયેલ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સાથે જ આ યુનિવર્સીટી દેશની પહેલી અને દુનિયાની ત્રીજી વિશ્વવિધાલય બની ગઈ છે, જ્યાં રેલ્વે સાથે જોડાયેલા કામકાજને લઈ અભ્યાસ કરાવવામાં આવશે.

આ યુનિવર્સીટીનું નામ નેશનલ રેલ્વે એન્ડ ટ્રાન્સપોટેશન ઇન્સ્ટીટયુટ (NRTI) છે. આ યુનિવર્સીટીમાં એડમિશન પ્રક્રિયા પણ શરુ થઇ ગઈ છે જ્યાં ૨૦ રાજ્યોના ૧૦૩ વિદ્યાર્થીઓને પહેલી બેચમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

વડોદરામાં નિર્માણ થયેલી યુનિવર્સીટીમાં ચાલનારા કોર્સની વાત કરવામાં આવે તો, એમાં બે ગ્રેજ્યુએટ કક્ષાના ટ્રાન્સપોટેશન ટેકનોલોજીમાં BSC અને ટ્રાન્સપોટેશન મેનેજમેન્ટમાં BBAની ડીગ્રી શરુ કરવામાં આવી છે. વિદ્યાથીઓએ આ કોર્સ માટે ૯૧,૦૭૫ રૂપિયા ચુકવવા પડશે.

DuWzDkeXcAAACw5 જુઓ, આ છે દેશની સૌપ્રથમ રેલ્વે યુનિવર્સીટી, જ્યાં થશે રેલ્વે સાથે જોડાયેલા કામકાજનો અભ્યાસ

આ યુનિવર્સીટીનો ઉદ્દેશ ટ્રાન્સપોર્ટ એંસ સિસ્ટમ ડીઝાઇન, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એન્જિનિયરીંગ, ટ્રાન્સપોર્ટ પોલિસી એન્ડ ઇકોનોમિકસ જેવા ક્ષેત્રોમાં કોર્સ શરુ કરવાનો છે.

0QdU1 જુઓ, આ છે દેશની સૌપ્રથમ રેલ્વે યુનિવર્સીટી, જ્યાં થશે રેલ્વે સાથે જોડાયેલા કામકાજનો અભ્યાસ

રેલ્વે યુનિવર્સીટીના પરિસરમાં ૧૭ વિદ્યાથીનીઓ અને ૮૬ વિદ્યાથીઓ અભ્યાસ કરી રહ્યા છે. બીજી બાજુ રેલ્વે મંત્રાલય દ્વારા આગામી ૫ વર્ષ માટે આ પરિયોજના માટે ૪૨૧ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.