Not Set/ મોટા ભાગના બાળકોમાં જોવા મળી રહી છે હતાશા, એક્સપર્ટની સલાહ- પેરન્ટ્સ બાળકોને સમય આપે

દેશને કોરોના નામની મહામારી હચમચાવી રહી છે. અને પુખ્તવયના લોકોથી થઈ વુદ્ધો આનો શિકાર થઈ રહ્યા છે. ત્યારે હાલ એવામાં કોરોનાકાળની અસર બાળકો પર પણ થઈ રહી છે.

India Trending
દ૧ 13 મોટા ભાગના બાળકોમાં જોવા મળી રહી છે હતાશા, એક્સપર્ટની સલાહ- પેરન્ટ્સ બાળકોને સમય આપે

દેશને કોરોના નામની મહામારી હચમચાવી રહી છે. અને પુખ્તવયના લોકોથી થઈ વુદ્ધો આનો શિકાર થઈ રહ્યા છે. ત્યારે હાલ એવામાં કોરોનાકાળની અસર બાળકો પર પણ થઈ રહી છે. અને 6 થી 12 વર્ષના બાળકો કોરોનાકાળમાં ગંભીર ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. આવો જાણીએ બાળકોમાં કેવી રીતે આ કોરોનાકાળ અસર કરી રહ્યું છે.

દ૧ 14 મોટા ભાગના બાળકોમાં જોવા મળી રહી છે હતાશા, એક્સપર્ટની સલાહ- પેરન્ટ્સ બાળકોને સમય આપે

  • 6-12 વર્ષનાં બાળકોમાં જોવા મળી રહ્યું છે ડિપ્રેશન
  • બાળકોનું ધ્યાન ડાઇવર્ટ કરવાની સલાહ
  • 3 વર્ષનાં બાળકો એંગ્ઝાયટીથી પરેશાન

કોરોના સામે જાણે કે દુનિયાની સૌથી મોટી જંગ ચાલી રહી છે. અને દરેક ઉંમરના લોકો પર આનાથી  શારિરીક રીતેતો પરેશાન છે. જ પણ માનસિક રીતે પણ લોકોનું સ્વાસ્થ બગડી રહ્યું છે. તો હવે આ કાળમુખી કોરોનાએ નાના બાળકોમાં પણ પોતાની અસર બતાવાની શરૂ કરી છે. અને નાના બાળકોમાં કોરોનાને કારણે માનસિક સ્વાસ્થ બગડી રહ્યું છે. તો  સમગ્ર દુનિયામાં કોરોના વિશેની ચિંતા ઘેરાતી જાય છે.

દ૧ 15 મોટા ભાગના બાળકોમાં જોવા મળી રહી છે હતાશા, એક્સપર્ટની સલાહ- પેરન્ટ્સ બાળકોને સમય આપે

વૃદ્ધો-બાળકો દરેક આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ એક મોટી સમસ્યા એ છે કે જેના પર કોઈનું ધ્યાન નથી ગયું અને એ સમસ્યા વધતી જ જાય છે. વાત બાળકોમાં વધતાં ડિપ્રેશનની છે. હવે આ ડિપ્રેશન એટલી હદે વધી ગયું છે કે બાળકોને આત્મહત્યાના વિચારો પણ આવી રહ્યા છે. મુશ્કેલી એ છે કે મોટાની જેમ બાળકોમાં અને સગીરોમાં પણ તેની ઓળખ સરળતાથી નથી થતી. એને કારણે પરિવારજનોની સાથે સાથે ડોક્ટર્સ પણ ચિંતિત છે. તેઓ સમજી નથી શકતા કે બાળકોની મદદ કેવી રીતે કરવી.

દ૧ 16 મોટા ભાગના બાળકોમાં જોવા મળી રહી છે હતાશા, એક્સપર્ટની સલાહ- પેરન્ટ્સ બાળકોને સમય આપે

  • કોરોનાકાળમાં નાના બાળકોનું માનસિક સ્વાસ્થ બગડ્યું  
  • નાના બાળકોમાં જોવા મળી રહ્યા છે  ડિપ્રેશનના લક્ષણો
  • પરિવારજનોની સાથે સાથે ડોક્ટર્સ પણ ચિંતિત
  • બાળકોમાં આ સમસ્યાને સમજવું મુશ્કેલ

ન્યૂયોર્કના ચાઈલ્ડ માઈન્ડ ઈન્સ્ટિટ્યૂટમાં ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ રેચેલ બુશમેને કહ્યું છે કે આપણે બાળપણને નિર્દોષતા સાથે જોડીને જોઈએ છીએ. આ સંજોગોમાં બાળકોમાં ડિપ્રેશનની વાત ચિંતાનો વિષય છે. 6-12 વર્ષનાં બાળકોમાં ગંભીર ડિપ્રેશન જોવા મળ્યું છે. એ ઉપરાંત બાળકોમાં એંગ્ઝાયટી ડિસઓર્ડર અને ડિપ્રેશનનું જોખમ પણ જોવા મળે છે.ફ્લોરિડા ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાં સાઈકોલોજીના પ્રોફેસર જોનાથન કોમર કહે છે, પેરન્ટ્સે આ લક્ષણોને ગંભીરતાથી લેવાની જરૂર છે.

દ૧ 17 મોટા ભાગના બાળકોમાં જોવા મળી રહી છે હતાશા, એક્સપર્ટની સલાહ- પેરન્ટ્સ બાળકોને સમય આપે

આ સંજોગોમાં બાળકોનું ધ્યાન ડાઈવર્ટ કરવાની જરૂર છે. તેમને બહાર વોક પર લઈ જવા. તેમની સાથે આઉટડોર ગેમ્સ રમવી. આ સંજોગોમાં તેમને ફ્રેશ હવા અને તડકો મળે એ ખૂબ જરૂરી છે.જા આ સમસ્યા ચાલુ જ રહે તો ડોક્ટરની મદદ લેવી જોઈએ. કોરોનાકાળમાં ટેલિમેડિસિન પણ સારો વિકલ્પ છે. સમસ્યાની સમય પર ઓળખ થવાથી સારી સારવાર થઈ શકે છે.