Not Set/ રાજકોટ: ટ્રકે એક્ટીવાને હડફેટે લેતા દેરાણી જેઠાણીનાં ઘટનાસ્થળે જ મોત

રાજકોટ. ગુજરાતમાં રસ્તા અને માર્ગ પર દુર્ઘટનાનાં કિસ્સાઓ પ્રતિદિન થતાં હોય છે. મોટા વાહન ચાલકો નાના વાહનોને હડફેટે લઇને ફરાર થઇ જતા હોય એવા અકસ્માતો અવારનવાર બનતા જ રહે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. જેમાં ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાઓને અડફેટે લીધા હતા. આમ રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં […]

Top Stories Gujarat Rajkot
kjljgdhkjgdshjgfsjgsjhghkjgsd રાજકોટ: ટ્રકે એક્ટીવાને હડફેટે લેતા દેરાણી જેઠાણીનાં ઘટનાસ્થળે જ મોત

રાજકોટ.

ગુજરાતમાં રસ્તા અને માર્ગ પર દુર્ઘટનાનાં કિસ્સાઓ પ્રતિદિન થતાં હોય છે. મોટા વાહન ચાલકો નાના વાહનોને હડફેટે લઇને ફરાર થઇ જતા હોય એવા અકસ્માતો અવારનવાર બનતા જ રહે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. જેમાં ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાઓને અડફેટે લીધા હતા. આમ રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

આપને જણાવી દઈએ કે રાજકોટ શહેરના મોરબી રોડ પર અકસ્માતની એક ગમખ્વાર ઘટના બનવા પામી હતી. જેમાં એક જ પરિવારની બે મહિલાઓના મૃત્યુ થયા હતા. આ મહિલાઓ એકટીવા પર ઇન્દ્રપ્રસ્થ ભગવતી હોલ પાસે જઈ રહી હતી. ત્યારે સામેથી સામેથી આવતા ટ્રકે એકટીવાને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.