વોટ્સએપ નવી સુવિધા પર કામ કરી રહ્યું છે. આ સુવિધા ફીચર રીડ લેટરનું છે અને ટૂંક સમયમાં પ્લેટફોર્મ પર આવવાની અપેક્ષા છે. આ સુવિધા હાલની આર્કાઇવ ચેટ સુવિધાને બદલશે. રીડ લેટર ખૂબ જ શ્રેષ્ઠ વર્ઝન, કારણ કે મેસેજિંગ એપ્લિકેશનની ટોપ પર આર્કાઇવ કરેલી ગપસપો પરત મળશે નહીં. નવું ફીચર વોટ્સએપના લેટેસ્ટ 2.21.2.2 બીટા સંસ્કરણમાં પહેલી વખત જોવા મળ્યું હતું.
વારંવાર ચેટની મુશ્કેલી નહીં પડે
પહેલ તમે વોટ્સએપમાં કોઈ વ્યક્તિગત અથવા ગ્રૃપના ચેટને આર્કાઇવ કરો છો, ત્યારે તે આર્કાઇવમાં છુપાય છે. તેથી આ ચેટ મેસેજિંગ એપ્લિકેશનની ટોપ પર દેખાતું નથી. જો કે, જ્યારે નવો મેસેજ આવે છે, ત્યારે આર્કાઇવ કરેલી ચેટ આપમેળે સ્ક્રીનની ટોપ પર આવે છે, જે ખૂબ જ હેરાન કરે છે. આ નવી સુવિધાની હવે આવું થશે નહીં.

રીડ લેટર સુવિધાને ઇનેબલ કરવા પર, નવા મેસેજની ચેટ રીડ લેટરમાં રહેશે અને યૂઝર્સને નવો મસેજ આવવા પર સૂચિના મળશે નહીં. રીડ લેટર કેટેગરીમાંની તમામ ચેટ્સ મ્યૂટ કરવામાં આવશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ એક રીડ લેટર સુવિધા વિકસાવી રહ્યું છે જે આર્કાઇવ્ડ ચેટને બદલશે. વાબેતાઇન્ફોએ વધુમાં જણાવ્યું છે કે જો તમને રીડ લેટર સુવિધા ન ગમતી હોય અને તમે જૂની સુવિધાને ડાઉનગ્રેડ કરવા માંગતા હોય, ત્યારે સુવિધા ભવિષ્યમાં દરેક માટે ઉપલબ્ધ કરાશે. તે સમયે તમે તેને વોટ્સએપ ચેટ સેટિંગ્સમાં કરી શકો છો.
